લુવાણા- કળશ ગામે આયોજન કરાયેલ મેળામાં લોક મહેરામણ ઉમટયું
ગતવર્ષોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હોઈ સતત બે વર્ષથી જાહેર મેળાવડાઓ પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું, પરંતુ વર્તમાન સ્થિતિએ કોરોનાએ હાશકારો લેતા મેળાઓનું આયોજન કરવામાં છૂટછાટ અપાઈ હતી, જોકે સરકારની ગાઈડ લાઈન મુજબ છૂટછાટ અપાતા થરાદ તાલુકાના લુવાણા-કળશ ગામે ત્રિ-દિવસીય મેળો ભરાયો હતો. લુવાણા કળશ ગામે શ્રી કલેશહર માતાજીના સાનિધ્યમાં ભરાયેલ મેળામાં માતાજીના દર્શન કરવા અને મેળો માણવા ગામડાઓમાંથી લોક મહેરામણ ઉમટી પડયું હતું, આ અંગે ગામના સરપંચ ભાવાભાઈ પટેલ સહિત માજી સરપંચ ગેનાભાઈ ગણેશાજીએ જણાવ્યું હતું કે અગાઉ શીતળા નામનો રોગ હોઈ શીતળા રોગ ન થાય તે માટે માનતા રખાતી હોવાનું જણાવી શાંતિમય રીતે પોલીસ બંદોબસ્ત સાથે મેળો ભરાયો હોવાનું જણાવ્યું હતું. તેમજ નિર્ભયમાર્ગ ગુજરાતી ન્યૂઝ ચેનલ થરાદના પત્રકાર અરવિંદભાઈ પુરોહિતનું ગ્રામપંચાયત દ્વારા સાલ ઓઢાડી સન્માન કરાયું હતું, જોકે કોરોનાના બે વર્ષ બાદ ત્રીજા વર્ષે મેળો ભરાતા મેળોમાં લોકો અનેરા ઉત્સાહથી ઉમટયા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ