લોકપ્રિય સિંગર બપ્પી લહેરીનું નિધન : મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટી ખોટ

    0
    596
    bappy lahery

    મશહુર સિંગર બપ્પી લાહિરીનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા અપરેશ લહેરી અને માતાનુ નામ બાંસુરી છે. માતા-પિતા બંને શાસ્ત્રીય સંગીત અને શ્યામા સંગીતમાં બંગાળી સંગીતકાર હતા. બપ્પી તેમનું એકમાત્ર સંતાન હતું. ગાયક કિશોર કુમાર પણ બપ્પી લહેરીના સંબધી હતા. તમને જણાવવુ રહ્યુ કે, બપ્પીને પણ નાનપણથી જ સંગીતમાં રસ હતો. તેણે ૩ વર્ષની ઉંમરે જ તબલા વગાડવાની પ્રેકટિસ શરૂ કરી હતી. તેને તેના માતા-પિતા દ્વારા જ તાલીમ આપવામાં આવી હતી.

    બપ્પીને પહેલીવાર બંગાળી ફિલ્મ દાદુમાં અને બાદમાં હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ નન્હા શિકારીથી ગીત ગાવાની તક મળી. પરંતુ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં તેને જાેખમી ફિલ્મથી ઓળખ મળી હતી, જેમાં તેણે માત્ર સોંગને કંપોઝ કર્યો નહોતા પરંતુ એક સોંગ પણ ગાયું હતું. આ ફિલ્મથી તેને પ્રસિદ્ધિ મળવા લાગી અને તેણે હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ છોડી. બપ્પી તે સમયે પોતાના શાનદાર કામથી યુવા મ્યુઝિક ડિરેક્ટર બની ગયા હતા. તેને માત્ર થોડા જ સમયમાં સફળતા મળી ગઈ હતી. વર્ષ ૨૦૧૪માં ૩૧ જાન્યુઆરીએ બપ્પી ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા અને તેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પણ લડી હતી. તેમને સેરામપુરથી બેઠક મળી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. બપ્પી પોતાની હારથી ખૂબ જ નિરાશ હતા. બપ્પીએ ચલતે ચલતે, ડિસ્કો ડાન્સર, તમ્મા-તમ્મા લોગે, યાદ આ રહા હૈ, ઓ લાલ દુપટ્ટા વાલી, એક તમ્મા જીને કી, તુને મારી એન્ટ્રી અને શરાબી જેવા અનેક હિટ ગીતો આપ્યા છે.

    બપ્પીની ગાયકીની ખાસ વાત એ છે કે તેઓ આજની પેઢી માટે પણ પરફેક્ટ ગીતો ગાતા હતા. છેલ્લે તેણે ટાઈગર શ્રોફની ફિલ્મ બાઘી- ૨ માં બંકાસ સોંગ ગાયું હતું જે તેને ખૂબ જ પસંદ આવ્યુ હતુ. મશહુર સિંગર બપ્પી લહેરીનુ આજે નિધન થયું છે. ત્યારે બપ્પીની અણધારી વિદાયથી મ્યુઝિક ઈન્ડ્‌સ્ટ્રીને મોટી ખોટ પડી છે. તમને જણાવી દઈએ કે, બપ્પી લહેરીનું સાચું નામ આલોકેશ લહેરી છે પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેઓ બપ્પી લહેરીના નામથી ઓળખાય છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here