Google search engine
HomeGUJARATવંદે ગુજરાત વિકાસ રથનું સ્વાગત : કાર્યક્રમ માં વરસાદનું પાણી ફરી વળ્યુ

વંદે ગુજરાત વિકાસ રથનું સ્વાગત : કાર્યક્રમ માં વરસાદનું પાણી ફરી વળ્યુ

વિસનગર,

કેબિનેટ મંત્રી ન આવતા લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ રહ્યો

વિસનગરમાં આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાએ સ્વાગત કર્યું હતું. જી.ડી.હાઇસ્કુલ ખાતે સ્વાગત કરી લાભાર્થીઓને વિતરણ માટે કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદ આવી જતા પાણી ફરી વળ્યુ હતું. નીચે બેઠેલા લોકોના પગમાંથી પાણી સરકી રહ્યું હતું. આ પ્રસંગે જી.ડી.હાઈસ્કૂલમાં પ્રાથમિક ભવનનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના હસ્તે કરવાનું આયોજન કરાયું હતું પરંતુ કોઈ કારણોસર કેબિનેટ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ હાજર ન રહેતા લોકાર્પણ કાર્યકર્મ મોકૂફ રાખ્યો હતો.

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું ઠેર ઠેર સ્વાગત

વિસનગર તાલુકાના ગામડાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ ફરી વિસનગર શહેરમાં આજે મહેસાણા ચોકડી પાસે આવતા રથનું સહજાનંદ સ્કૂલ ખાતે સ્વાગત કરાયું હતું, ત્યારબાદ આઇ.ટી.આઇ, કાંસા ચોકડી, એપીએમસી અને જી.ડી. હાઇસ્કુલ ખાતે કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.

કાર્યકમમાં લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર એનાયત કરાયા

આ કાર્યક્રમ માં સરકારી યોજનઓના ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પી.એમ. કિસાન સન્માન નિધિ, PMJAY યોજના, ઝુંપડ પટ્ટી વિસ્તારમાં મફત વીજળી જોડાણ, MMUY યોજના તેમજ વિધાર્થી સહાય યોજના અંતગર્ત સાઇકલ વિતરણ વગેરે જેવી યોજનાઓના પ્રમાણપત્ર અને ચેક વિતરણ કરાયા હતા.

વરસાદનું પાણી ફરી વળ્યુ

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ સ્વાગત કાર્યકમમાં વરસાદ વરસતા કાર્યકમ માં વરસાદનું પાણી ફરી વળ્યુ હતું. નીચે બેઠેલા લોકોના પગ માંથી પાણી સરકીને નીચે જઈ રહ્યું હતું. પગ નીચે પાણી આવતા નીચે બેઠેલા વિદ્યાર્થીઓ પણ ઊંચા નીચા થઇ ગયા હતા.

કેબિનેટ મંત્રી ન આવતા લોકાર્પણ મોકૂફ

જી.ડી.હાઇસ્કુલ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ સ્વાગત કાર્યકમ માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ હાજર ન રહેતા તેમના હસ્તે થનાર જી.ડી.પ્રાથમિક ભવનનું લોકાર્પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. લોકાર્પણ માટે તમામ તૈયારી કરી દેવામાં આવી હતી પરંતુ મંત્રી કોઈ કારણોસર હાજર ન રહેતા લોકાર્પણ કાર્યકમ મોકૂફ રાખી અન્ય તારીખોમાં કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પાણીમાં ગાડી ફસાઈ

સ્વાગત કાર્યકમ પૂર્ણ થયા બાદ એક ગુજરાત સરકારની ઇકો ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી. જેનું પાછળ નુ ટાયર કીચડમાં ફસાઈ જવાથી તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ વરસાદ ના વાતાવરણ માં ગુજરાત સરકાર ની ગાડી ફસાઈ જતાં ટ્રેકટર ની મદદથી ગાડીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments