પીએમ મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે વડનગર નાગરિક મંડળ સંચાલિત બી.એન.હાઈસ્કૂલ વડનગરમાં પરીક્ષા પે ચર્ચા નો કાર્યક્રમ જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોજવામાં આવ્યો હતો તેમાં વડનગર બી.એન.હાઈસ્કૂલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી શ્રી જસ્મીનભાઈ દેવી ની રાહબરી નીચે પ્રિન્સિપાલ શ્રી બાબુભાઇ એન. પ્રજાપતિએ અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સંપૂર્ણ પણે સફળ રહ્યો હતો…..