વડનગરમાં ખોદકામ દરમ્યાન 1000 વર્ષ પહેલાં આવેલા ભયાનક ભૂકંપના પુરાવા મળ્યા

  0
  229

  પુરાતત્ત્વ વિભાગને અમરથોળ નજીક ૧૪ મીટર ઊંડે ભૂકંપના અવશેષો મળ્યા છે જેમાં ૧૦૦૦ વર્ષ પહેલાં આવેલા ભૂકંપ બાદ વડનગરના લોકોએ ઘર બનાવવાની પદ્ધતિ બદલી હતી

  સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનાર ૨૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપે જે તબાહી મચાવી હતી, તેવો જ આજથી ૧૦૦૦ વર્ષ પહેલાં ૬ થી ૬.૫ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ વડનગરમાં પણ આવ્યો હોવાના ખોદકામ દરમ્યાન પુરાવા મળી આવ્યાં છે.અહીં પુરાતત્ત્વ વિભાગને અમરથોળ નજીક ખોદકામ વખતે જમીનથી ૧૪ મીટર નીચે અનેક તિરાડો મળી આવી હતી. આ તિરાડો મળતા જ પુરાતત્ત્વ વિભાગે ગાંધીનગરની ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની મદદ લીધી હતી. પ્રાથમિક સરવેમાં સંશોધકોને જાણવા મળ્યું છે કે, વડનગરમાં ૧૦મી સદીમાં ૬.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હશે! જાેકે, વિજ્ઞાનીઓની એક ટીમ આ દિશામાં વધુ ઊંડું સંશોધન ચાલુ કર્યું છે.

  નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર ભૂકંપ ઝોનમાં નથી આવતો. આમ છતાં, અહીં ભૂકંપ કેમ આવ્યો તે અંગે એક ટીમ સંશોધન કરી રહી છે. વડનગરમાં આવેલા આ ભૂકંપને લીધે જમીન ફાટવાની આ પ્રથમ ઘટના કહી શકાય. આ ઘટનાનો સંભવિત સમયગાળો ઈસ. પાંચમી થી દસમી સદી અથવા ગુજરાતના ઈતિહાસનો ક્ષત્રપ પછીનો સમયગાળો છે.

  આ અંગે સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થાના એક્ટિવ ટેક્ટોનિક્સ વિભાગના વિજ્ઞાની ડૉ. સિદ્ધાર્થ પ્રિઝોમવાલાએ જણાવ્યું હતું કે, પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં એક લાઇનમાં તિરાડ દેખાઇ હતી. તે જાણવા અમે સરવે શરૂ કર્યો છે. અત્યાર સુધીના સરવે પ્રમાણે, અમારું અનુમાન છે કે, એક હજાર વર્ષ પહેલા એટલે કે દસમી સદીમાં વડનગરમાં મોટો ભૂકંપ આવ્યો હોવાના અવશેષો મળ્યા છે.આ ભૂકંપ ૬થી ૬.૫ની તીવ્રતાનો હશે. અહીં એ વાત ખાસ મહત્ત્વની છે કે, હાલ કચ્છ અને ક્યારેક સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતાના ભૂકંપ આવતાં હોય છે, પરંતુ સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં શક્તિશાળી ભૂકંપ આવતાં નથી. વડનગરમાં મળેલા અવશેષો પરથી એક તારણ એ પણ નીકળ્યું છે કે, ભૂતકાળમાં આ વિસ્તાર પણ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રહ્યું હશે.

  જમીન ફાટવાના કારણે ભૂકંપ થયો હોવાના પુરાવા મળ્યા વડનગરમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેનું કારણ જમીન પરની સપાટી ફાટી તે હતું. જ્યાં જમીનનો ભાગ વિસ્થાપિત થાય છે, તેના પુરાવા અમને સપાટીની નજીક બે સ્વરૂપમાં મળ્યા છે. એક ધરાશાયી થયેલી દીવાલ અને બીજાે ખોદાયેલા સ્તરોમાં. આ દિશામાં સંશોધન હજુ ચાલુ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here