વડનગરમાં ગરીબોને અપાતા સરકારી અનાજનો બારોબાર વ્યાપાર

0
373

વડનગરમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા અમુક ઈસમો દ્રારા સરકારી અનાજનું કટીંગ કરી વિસનગર ગંજબજાર ખાતે વેચાઈ રહ્યું હોવાની ઉઠી રાવ..

પુરવઠા અધિકારીઓ અને લેભાગૂ તત્વોની મિલિભગતથી ચાલતો આયોજનબદ્ધ ઘંધો

વડનગર,
છેલ્લા કેટલાય સમયથી વડનગર તાલુકાના ગામડાઓ તથા શહેરમાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારની દુકાનો ચલાવતા દુકાનદારો ઉપર પ્રજા દ્રારા આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે કે ગરીબોને સરકાર દ્રારા આપવામાં આવતું સસ્તું અનાજ પૂરતા પ્રમાણમાં મળતું નથી. કેટલાક લે ભાગૂ દુકાનદારો દ્રારા યુક્તિ પ્રયુક્તિથી સસ્તા અનાજની ચોરી કરી એક નક્કી કરેલ ઈસમને વેચવામાં આવે છે ત્યારબાદ તમામ સસ્તા અનાજની દુકાનોમાંથી એકઠું કરેલું અનાજ ત્યાંથી વિસનગર ગંજબજાર ખાતે એક પેઢીમાં મોકલવામાં આવે છે આ કડવા સત્યનો ખુલાસો એક સ્ટ્રીંગ ઓપરેશનમાં કરવામાં આવ્યો છે.

સરકાર દ્રારા કોઈ ગરીબ ભૂખ્યું ના રહે તે માટે વિવિધ યોજનાઓ દ્રારા ગરીબોને કરીયાણું તથા અનાજ પહોંચાડવામાં આવે છે પણ દુર્ભાગ્યવશ વચેટીયાઓ તથા અધિકારીઓની મિલિભગતથી ગરીબોે અને લાભાર્થીઓ સુધી આ અનાજ પહોંચતું નથી.

વડનગરમાં એકાદ વર્ષ પહેલાં લોકો દ્રારા સરકારી અનાજમાં ગોલમાલ કરતા દુકાનદારો વિરૂઘ્ઘ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતાં કેટલાક દુકાનદારોને બ્લેક લીસ્ટ કરીને તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી પરંતું થોડા સમય બાદ જેવા હતી તેવી જ પરિસ્થિતિ પાછી જાેવા મળી રહી છે.કેટલાક રેશનીંગ કાર્ડ ધારકો એવા પણ છે કે જેઓ ક્યારેય સસ્તું અનાજ લીધું ના હોય તેમના નામે પણ અનાજની ચોરી કરવામાં આવી રહી છે.વડનગરમાં અધિકારીઓની મિલિભગતથી ગરીબોના મોંઢામાંથી કોળીયા છીનવતા આવા તત્વો વિરૂધ્ધ એક જાગૃત નાગરીક દ્રારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અરજી કરવામાં આવી છે.હવે જાેવાનું રહ્યું કે ઉચ્ચ કક્ષાએથી કેવાં પગલાં લેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here