વડનગરમાં વરલી કટકાનો જુગાર રમતા ૩ જુગારીઓ ઝડપાયા

  0
  135

  વડનગરના અમરથોળ દરવાજા પાસે એલ.સી.બી એ દરોડા પાડી ૪૧ હજાર ૭૯૧નો મુદ્દામાલ કબ્જે કર્યો

  મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક ની સૂચનાથી ગુન્હાઓને ડામવા માટે એલ.સી.બી ની ટીમ દ્રારા જીલ્લામાં વિવિધ જગ્યાએ દરોડા પાડી રહી છે ત્યારે આજે જીલ્લાના વડનગર ખાતે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ટાઉનમાંથી વરલી મટકાના જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે જુગાર રમાડનાર એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  મહેસાણા એલ.સી.બી ની ટીમના પીએસઆઇ એ.કે.વાઘેલા અને તેમની ટીમ વડનગર ટાઉનમાં પેટ્રોલિંગ પર હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, અમરથોળ દરવાજા પાસે પટેલ સચિન તથા પઠાણ શેરખાન મળીને દુકાનમાં વરલી મટકાનો જુગાર રમાડે છે.જેના આધારે અમરથોળ દરવાજા ખાતે છાપો માર્યો હતો. જ્યાં પઠાણ શેરખાન, સિપાહી હસનભાઈ અને ઠાકોર વિષ્ણુ ઝડપાઇ ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન કુલ ૪૧ હજાર ૭૯૧નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ જુગાર ચલાવનાર ફરાર સચિન પટેલને ઝડપવામાં ચક્રોગતિમાન કર્યા હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here