પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અટવાયા, આજે પણ હાલાકી ભોગવવી પડશે
દાહોદ ખાતે બુધવારે યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમ માટે મહેસાણા એસટી ડિવિઝનના 12 ડેપોની 60 ટકા બસો ફાળવી દેવાતાં મંગળવારે ખાસ કરીને ગામડાના મુસાફરો રઝળી પડ્યા હતા. આ તમામ બસો બુધવારે રાત્રે પરત આવવાની હોઇ બુધવારે પણ આખો દિવસ મુસાફરોને આંશિક બસસેવા મળશે. 12 ડેપોની કુલ 760માંથી 450 બસ દાહોદના કાર્યક્રમમાં ફાળવાઇ છે એટલે મંગળવાર બાદ બુધવારે પણ માત્ર 310 બસથી સંચાલન ચાલશે.
દાહોદના કાર્યક્રમમાં એસટીની ફાળવણી
ડેપો | કુલ | ફાળવી |
મહેસાણા | 91 | 50 |
વિસનગર | 77 | 48 |
પાટણ | 68 | 40 |
કડી | 65 | 39 |
ખેરાલુ | 64 | 38 |
ઊંઝા | 63 | 38 |
કલોલ | 62 | 38 |
વડનગર | 60 | 36 |
વિજાપુર | 56 | 29 |
હારિજ | 54 | 32 |
બહુચરાજી | 51 | 32 |
ચાણસ્મા | 45 | 30 |
કુલ | 760 | 450 |
મહેસાણા એસટી ડેપોના કંટ્રોલ પોઇન્ટ પર મંગળવારે બસ અંગે પૂછપરછ માટે મુસાફરોનો ધસારો રહેતાં મોટાભાગની બસોનું સંચાલન બંધ હોવાનું પાટિયું લગાવી દેવાયું હતું. બપોરે મહેસાણામાં કોલેજની પરીક્ષા આપીને ગામડે પરત જવા વિદ્યાર્થીઓ મોડે સુધી બસની રાહ જોતાં બેઠા હતા. જ્યાં બસ મૂકાતાં મિનિટોમાં હાઉસફૂલ થઇ જતી હતી. ઘણા મુસાફરોએ ખાનગી વાહનોનો આશરો લેવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા ખાસ કરીને ગ્રામીણ રૂટો રદ કરાયા હતા. જ્યારે એક્સપ્રેસ રૂટની બસો રાબેતા મુજબ ચાલુ રખાઇ હતી.
Source – divya bhaskar