ગઈ કાલે પંજાબમાં વડાપ્રધાનશ્રી સાથે બનેલી સલામતી બાબતની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યાં છે.જે બાબતે મોટા નેતાઓ દ્રારા ટીપ્પણી કરવામાં આવી રહી છે.મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્રારા પંજાબ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે.પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં અસલામતી સર્જાઈ છે.સમગ્ર મામલો પંજાબ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ છે જેમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આબાદ બચાવ થયો છે.
પ્રદેશ ભાજપ તરફથી મહામૃત્યુંજય જાપ નું આયોજન કરવામાં આવ્યું
મહેસાણામાં આવેલા ગોવિંદ મહાદેવ મંદિર મા મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો અને સમગ્ર મામલો રાજકીય દ્રષ્ટિથી જાેવામાં આવ્યો
આ કાર્યક્રમમાં મહેસાણાના આગેવાનો,જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સૂત્રોના પ્લેકાર્ડના બેનરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- ભાવિન ભાવસાર,મહેસાણા