પંજાબમાં વડાપ્રધાનશ્રી સાથે બનેલી સલામતી બાબતની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યાં છે.જે બાબતે મોટા નેતાઓ દ્રારા ટીપ્પણી કરવામાં આવી રહી છે.સમગ્ર મામલો પંજાબ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ છે જેમાં નરેન્દ્ર મોદીનો આબાદ બચાવ થયો છે,જે બાબતે મહેસાણા જિલ્લા ભાજપ તરફથી કોંગ્રેસ સદબુદ્ધિ મૌન વ્રત નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા માં આવેલા ગાંધી શોપીંગ સેન્ટરની બાજુમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ આગળ મૌનવ્રતનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સમગ્ર મામલો રાજકીય દ્રષ્ટિથી જાેવામાં આવ્યો હતો.જેમાં અંતર્ગત મહેસાણાના આગેવાનો જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સૂત્રોના પ્લેકાર્ડ ના બેનરો સાથે બે કલાક સુધી મૌન વ્રત પ્રદર્શન કરવામાં આવ્યું સમગ્ર મામલો પંજાબ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ છે જેમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આબાદ બચાવ થયો છે.