ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રચારની કમાન સંભાળશે
ભાજપના મોટા નેતાઓ યુપી ચૂંટણીને લઈને રાજ્યમાં વ્યાપક પ્રચાર કરી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, યુપી ભાજપના વડા સ્વતંત્ર દેવ સિંહ સહિતના મોટાભાગના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુઝફ્ફરનગર અને સહારનપુર જિલ્લામાં પ્રચાર કરશે. આ વ્યૂહરચના હેઠળ તે દેવબંદમાં પ્રચાર કરશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વખત વર્ચ્યુઅલ રેલી કરી શકે છે. આ રેલી દ્વારા પીએમ મોદી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ જણાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પ્રથમ તબક્કામાં મતદાન થવાના જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. વાસ્તવમાં રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ભાજપ મતદારો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તે જ સમયે કોરોનાના વધતા કેસોને કારણે ચૂંટણી પંચે ૩૧ જાન્યુઆરી સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને સીએમ યોગી આદિત્યનાથના ડોર ટુ ડોર કાર્યક્રમ બાદ ભાજપ હવે પીએમ મોદીને ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે મેદાનમાં ઉતારી શકે છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર ૧૦ દિવસ બાકી છે અને ચૂંટણી પંચની સૂચના બાદ હજુ સુધી રાજ્યમાં પીએમ મોદીની રેલી થઈ નથી. ૩૧ જાન્યુઆરીએ પીએમ મોદીની વર્ચ્યુઅલ રેલી થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની રેલી દ્વારા પાર્ટીને ઓછામાં ઓછા ચારથી પાંચ જિલ્લામાં લાઈવ કરવામાં આવશે. પીએમ મોદીની પ્રથમ વર્ચ્યુઅલ રેલી દ્વારા પાર્ટી સહારનપુર, બાગપત, શામલી, મુઝફ્ફરનગર અને ગૌતમ બુદ્ધ નગરના મતદારોને નિશાન બનાવશે.
રિપોર્ટ અનુસાર, પાર્ટી આ રેલી દ્વારા લગભગ ૨૧ વિધાનસભા મતવિસ્તારો સુધી પહોંચશે અને દરેક વિભાગમાં ન્ઈડ્ઢ સ્ક્રીન લગાવવામાં આવશે. સાથે જ એક ન્ઈડ્ઢ સ્ક્રીન પર લગભગ ૫૦૦ લોકોને લાવવાનો લક્ષ્?યાંક રાખવામાં આવ્યો છે. માહિતી અનુસાર એલઈડી સ્ક્રીન સિવાય પીએમ મોદીની વર્ચ્યુઅલ રેલીને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. વાસ્તવમાં ભાજપ પીએમ મોદીની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેના દ્વારા પાર્ટી વધુને વધુ લોકોને આકર્ષવા માંગે છે.