કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ની રાજકીય પાર્ટી છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા,જેનો ગુજરાતમાં પ્રસાર પ્રચાર થઈ રહ્યો છે.
આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં દિવસે ને દિવસે રાજકીય પાર્ટીઓ પોતાના પ્રસાર પ્રચાર માટે મહેનત કરી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ની પાર્ટી (આર.પી.આઈ) ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. રવિવાર ૨૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ કચ્છના રાપર જિલ્લાના ટાઉનહોલમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા સદભાવના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ માર્ગદર્શક (આર.પી.આઈ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ વડોદરાના તૃષ્ણા વ્યાસને ગુજરાત રાજ્ય મહિલા ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.જેને તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ વધાવી લીધા હતા.તૃષ્ણા વ્યાસ પોતે સામાજીક કાર્યકર્તા અને પત્રકારીત્વ સાથે જાેડાયેલા છે.જે આ હોદ્દાને ન્યાય આપી ભવિષ્યમાં પાર્ટી માટે ફાયદાકારક નીવડી શકે છે.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેજીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજ સાથે જાેડાઓ, જાતિ જાેડો અને ભાઈચારા જાેડો, જય ભીમ, જય સંવિધાન,જય ગુજરાતની દિશામાં કામ કરો.જ્યાં ગુજરાત પ્રદેશ ઉદ્યોગપતિની બેઠકમાં તમામ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અશોક ભટ્ટી,મહિલા પ્રમુખ લીલાવતીબેન વાઘેલા, પ્રભારી જતીનભાઈ ભુટા, શહેર પ્રમુખ રાજેશ ગોયલ સહિત પક્ષના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં નવા ચૂંટાયેલા ગુજરાત રાજ્ય મહિલા ઉપપ્રમુખ તૃષ્ણા વ્યાસે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.