વડોદરામાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે જિલ્‍લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે: કલેક્ટર એ.બી. ગોર

0
220

કલેક્ટર ગોરના અધ્‍યક્ષસ્‍થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક યોજાઈ હતી.

  • સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર ધ્‍વજવંદન કરાવશે
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અર્થે બેઠક યોજાઈ

આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વડોદરા શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવશે એમ કલેક્ટર એ. બી. ગોરે જણાવ્યું હતું. પ્રજાસત્તાક દિને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપ પરમાર સવારે 9 કલાકે ધ્‍વજવંદન કરાવશે. કલેક્ટર ગોરના અધ્‍યક્ષસ્‍થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક યોજાઈ હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે કરાશે
કલેક્ટરે સમગ્ર કાર્યક્રમ કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક બાબતોની બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોવિડ-19ની ગાઈડલાઈનના અસરકારક પાલન સાથે કરવામાં આવશે.

કલેક્ટર એ.બી. ગોર

કલેક્ટર એ.બી. ગોર

અધિકારીઓને માર્ગદર્શન આપીને કામગીરી સોંપાઇ પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને કામગીરી સોંપવામાં આવી છે તેઓએ સુચારૂ રીતે કામગીરી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, શહેર પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને મામલતદાર હાજર રહ્યા હતા.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here