વડોદરા જિલ્લાની લોક અદાલતોમાં 2021માં કુલ 58,390 કેસોનો નિકાલ, રૂ.119 કરોડના એવોર્ડ ચૂકવાયા

0
472

પ્રતિકાત્મક તસવીર

  • દેશભરમાં 2021માં કુલ 1,27,87,329 કેસોનું સુખદ નિરાકરણ

ઝડપી અને બિનખર્ચાળ ન્યાય આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સરકાર દ્વારા સમાજના નબળા વર્ગોને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા કાનૂની સેવા સત્તામંડળોની રચના કરવામાં આવી છે, જે આર્થિક કે અન્ય કારણે ન્યાય મેળવવામાં આમ નાગરિકોને કાનૂની સુવિધા આપવામાં આવે છે. લોક અદાલતના અદાલતની બહાર સમાધાનથી કાનૂની વિવાદોના ઉકેલ માટે આશિર્વાદરૂપ બની છે.

દેશમાં 1,27,87,329 કેસોનો નિકાલ થયો
વર્ષ 2021 દરમિયાન રાષ્ટ્રીય લોક અદાલતો દ્વારા સમગ્ર દેશમાં લોક અદાલતોમાં નેગોશિએબલ ઈન્ફમેન્ટ એક્ટના કેસો, બેંક રિકવરી કેસો અને અન્ય નાંણાકીય કેસોમાં સમાધાન થકી કુલ 1,27,87,329 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં 55,81,117 પેન્ડિંગ કેસો તેમજ 72,06,212 જેવા મોટી સંખ્યામાં પ્રિ-લિટીગેશન કેસોનો રેકોર્ડ સંખ્યાનો સમાવેશ થાય છે. લોક અદાલતોએ કોઈપણ અન્ય વિવાદ નિરાકરણ પદ્ધતિ કરતાં વધુ સંખ્યામાં કેસોનું સમાધાન કર્યું છે, અને વૈકલ્પિક વિવાદ નિરાકરણ પદ્ધતિના સૌથી અસરકારક સાધન તરીકે ઉભરી આવ્યું છે એ આ કામગીરી પરથી સાબિત થાય છે.

વડોદરામાં 2021માં કુલ 58,390 કેસોનો નિકાલ
વડોદરા જિલ્લાની લોકઅદાલતમાં વર્ષ 2021માં કુલ 58,390 કેસોનો નિકાલ થયો છે. જે પૈકી પ્રિલિટીગેશનના 2500 કેસો અને પેન્ડિંગ 55,890 કેસો મળી કુલ 58390 કેસોનો નિકાલ થયો છે.આ કેસોમાં કુલ એવોર્ડની રકમ રૂ.119 કરોડ છે.

સમાધાનની ભાવનાથી કાનૂની વિવાદોના ઉકેલ થાય છે
કાનૂની સેવા સત્તામંડળોની રચના સમાજના નબળા વર્ગોને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ નાગરિકને આર્થિક અથવા અન્ય અશક્તતાના કારણે ન્યાય મેળવવાની તકો નકારી ન શકાય અને લોક અદાલતોનું આયોજન થાય તેની ખાતરી કરવા માટે કાનૂની વ્યવસ્થા સમાન તકના આધારે ન્યાયને પ્રોત્સાહન આપે છે. લોક અદાલત એ વૈકલ્પિક વિવાદ નિરાકરણ માટેની એક નવીન અને સૌથી લોકપ્રિય પદ્ધતિ છે જે અદાલતની બહાર સમાધાનની ભાવનાથી કાનૂની વિવાદોના ઉકેલ માટે છે.

ટુંકા સમયમાં કેસનું નિરાકરણ આવે છે
લોક અદાલત એક સરળ અને અનૌપચારિક પ્રક્રિયાને અનુસરે છે અને ટુંકા સમયમાં કેસનું નિરાકરણ લાવે છે, વધુમાં પક્ષકારો દ્વારા કોઈ કોર્ટ ફી ચૂકવવાની જરૂર નથી. કોઈપણ કોર્ટ ફી, જો પહેલાથી પેન્ડિંગ કોર્ટ મેટરમાં ચૂકવવામાં આવી હોય તો તે પણ લોક અદાલતમાં સમાધાનના કિસ્સામાં રિફંડ કરવામાં આવે છે. લોક અદાલતનો ઓર્ડર/એવોર્ડ અંતિમ અને બિન-અપીલપાત્ર છે. અંતે, પક્ષો સંતોષની લાગણી ધરાવે છે કારણ કે તેમાં બેમાંથી કોઈ જીતતું નથી કે હારતું નથી. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી તેમજ દેશમાં કાનૂની સેવાઓના 25 વર્ષ પૂરા થવાના અવસરે લોકઅદાલતો દ્વારા વિવાદોના નિરાકરણથી કોર્ટના બોજને ઘટાડવામાં મોટી મદદ મળી છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here