વડોદરા પોલીસ અમદાવાદમાં આવી તો વડોદરા કોના ભરોસે ?

વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને વડોદરાના ૨૦૦થી વધુ પોલીસ તૈનાત

0
250
vadodra-police

૧૧ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે. ભાજપ દ્વારા તેમના સ્વાગત માટેની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનનો એરપોર્ટથી કમલમ્‌ સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી રોડ શોના રૂટથી આસપાસના વિસ્તારોમાં અભેદ્ય પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પંજાબની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ તકેદારી ભાજપ અને ગૃહ રાજ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી છે અને તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી પોલીસ જવાનો અને હોમગાર્ડને બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેર-જિલ્લામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૨૦૦ ઉપરાંત પોલીસ જવાનો મોડી રાતથી અમદાવાદમાં બંદોબસ્ત માટે પહોંચી ગયા છે. અમદાવાદમાં વડાપ્રધાનના રોડ શો માટે વડોદરા શહેર-જિલ્લામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ જવાનો બંદોબસ્તમાં ગયા હોવાથી આગામી ૪૮ કલાક વડોદરા શહેરની સુરક્ષા પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોના હાથમાં અને જિલ્લાની સુરક્ષા પણ પોલીસ અને હોમગાર્ડ જવાનોના હાથમાં છે.

વિવિધ પ્રકારના ગુનાઓથી ધમધમતા વડોદરા શહેર-જિલ્લો આજથી રામભરોસે છે. પોલીસ સ્ટાફ નહીંવત હોવાના કારણે ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.વડોદરા શહેર પોલીસ તંત્રના સ્પેશ્યલ બ્રાંચમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરામાંથી ડી.સી.પી, એ.સી.પી., પી.આઇ., પી.એસ.આઇ. સહિત ૨૦૦ પોલીસ જવાનો વડાપ્રધાનના રોડ શોના બંદોબસ્ત માટે અમદાવાદ ખાતે રવાના કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લા એલ.આઇ.બી.માંથી મળેલી માહિતી પ્રમાણે ૯ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૨૦૦ ઉપરાંત પોલીસ જવાનો અમદાવાદમાં બંદોબસ્ત માટે રવાના કરી દેવામાં આવ્યા છે.૧૧ માર્ચના રોજ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો હોવાના કારણે વડોદરા શહેર-જિલ્લાના ૨૦૦થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગયા હોવાથી આગામી ૪૮ કલાક વડોદરા શહેર અને જિલ્લો રામ ભરોસે રહેશે. ચોરી, લૂંટ, દારૂની હેરાફેરી જેવા બનાવોથી પસાર થઇ રહેલા વડોદરા શહેર-જિલ્લામાં પોલીસ અને હોમગાર્ડ જવાનો તસ્કરો, લૂંટારૂઓ અને દારૂની હેરાફેરીના કરનારાઓ ઉપર બાજ નજર રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here