વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રશાંત પટેલ હતા હવે તેઓની જગ્યાએ ઋત્વિક જાેષીની પસંદગી કરવામાં આવતા કાર્યકરોએ પસંદગીને વધાવી લીધી હતી. તે સાથે પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સત્યજીતસિંહ ગાયકવાડની પસંદગીને પણ કાર્યકરોએ વધાવી લીધી હતી. અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી ને લઈને અટકળો ચાલતી હતી જે અટકળોનો આખરે અંત આવ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતત બીજી વખત પણ યુવા નેતાની પસંદગી કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.નોધનીય છે કે શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે પસંદગી પામેલા જાેશી દ્વારા કોંગ્રેસને જીવંત રાખવા માટે અનેકવિધ આંદોલનો કરવામાં આવ્યા છે.
જેમાં મોંઘવારી, શિક્ષણ ફી વધારા, સહિતના આંદોલનો કરવામાં આવ્યા છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં પ્રાણ પૂરશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં પક્ષના પ્રમુખ સહિતના હોદ્દાઓની પસંદગી શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ભૂતપૂર્વ સાસંદ સત્યજીતસિહ ગાયકવાડ અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઋત્વિક જાેષીના નામની જાહેરાત કરવામાં આવતા શહેર કોંગ્રેસમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.