ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય
સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ
ખેરાલુમાં સામાન્ય વરસાદ બાદ પણ ખેરાલુ શહેરના તમામ રસ્તાઓ ધોવાય જતાં મસમોટા ખાડાઓ પડી ગયા છે અને તંત્ર દ્વારા જે વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા એની પોલ ખુલી જવા પામી છે. ખેરલુ શહેરમાં ગમે ત્યાં જાઓ હાલ મસમોટા ખાડાઓજ જોવા મળી રહ્યા છે. આ ખાડાઓના કારણે ચાલું વરસાદે તેમજ રાતના સમયે બાઈક ચાલક કે રાહદારીને અકસ્માત થવાનો ભય રહેલો છે. ખેરાલુ શહેરમાં મુખ્ય પ્રવેશ ગણાતા દેસાઈવાડામાં મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે એ સિવાય ખોખરવાડા સંઘ, લિંબચ માતા મંદિર થી ખોખરવાડા સંઘ, સંઘ થી ખારીકુવી અને ત્યાંથી બસ સ્ટેશન જવાના માર્ગ પર ખાડાઓંનું રાજ જોવા મળી રહ્યું છે. ખેરાલુ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા ખાડાઓમાં ઈંટો નાખીને ખાડાઓ પુર્યા હતા અને બીલ બતાવી દીધા હતા પરન્તું એ ખાડાઓ માત્ર થોડા વરસાદમાં જ ફરી હતા એના એજ રૂપમાં આવી ગયા છે. ખેરાલુ નગરપાલિકા સબ સલામતનો દાવો તો કરી રહી છે પણ સત્ય કંઈક જુદુ જ છે. ખેરાલુ શહેરમાં જ્યાં જુઓ ત્યાં બસ ખાડઓ જ જોવા મળી રહ્યા છે અને ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની સાબિતી આપી રહ્યા છે.
રોનિત બારોટ ખેરાલુ