વલસાડ તાલુકાના જાેરાવાસણ રેલવે સ્ટેશન નજીક રેલવે કોરિડોરની કામગીરીના શ્રમિકો પડાવ નાખી રેલવે ફાટક ન.૧૦૬ પાસે રહેતા હતા. જે દરમ્યાન એક શ્રમિક પ્રમોદ વીરેન્દ્ર રાજપૂત તેની પત્ની સાથે કોઈક કારણથી ઝઘડો થયો હતો. પ્રમોદના મામાનો દીકરો પ્રદીપ રાજપૂત પણ ત્યાં હાજર હતો. પ્રદીપે પ્રમોદ અને તેની પત્નીને ઝઘડો ન કરવા સમજાવતો હતો. ગુસ્સે ભરાયેલા પ્રમોદ જાેરાવાસણ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. મુંબઈથી સુરત તરફ હતી ટ્રેન આગળ આપઘાત કરવા જઈ રહ્યો હતો. તેને બચાવવા પ્રદીપ તેની પાછળ દોડ્યો હતી. જે દરમ્યાન પ્રદીપ અને પ્રમોદ બંને પિતરાઈ ભાઈ ટ્રેનની અડફેટે આવી જતા બંને ભાઈઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ જાેરાવાસણ રેલવે સ્ટેશનન સ્ટેશન માસ્તરને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા બંને યુવકો ટ્રેનની અડફેટે આવી જતા બંને યુવકોનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સ્થાનિક આગેવાનો અને ડુંગરી પોલીસની ટીમને કરી હતી. ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જાે મેળવી ડુંગરી પોલીસ મથકે છડ્ઢની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ તાલુકાના જાેરાવાસણ રેલવે સ્ટેશન નજીક ચાલી રહેલી રેલવે કોરિડોરની કામગીરીને શ્રમિકો નજીકના પડાવમાં રહી કામગીરી કરતા આવ્યા છે. આજરોજ એક યુવક પ્રમોદ વીરેન્દ્ર રાજપૂતનો ઝઘડો તેની પત્ની સાથે થયો હતો. ગુસ્સે ભરાયેલો પ્રમોદ રેલવે ટ્રેક ઉપર ટ્રેનની આગળ પડતું મૂકી આપઘાત કરવા જઈ રહ્યો હતો.
દરમિયાન પ્રમોદના મામાનો છોકરો પ્રદીપ રાજપૂત તેને બચાવવા દોડ્યો હતો મુંબઈથી સુરત તરફ જતી ટ્રેનની અડફેટે આવી જતા બંને પિતરાઈ ભાઈનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ જાેરાવાસણ રેલવે સ્ટેશનન સ્ટેશન માસ્તરને થતા તાત્કાલિક ડુંગરી પોલીસને ઘટનાની જાણ કરી હતી. ડુંગરી પોલીસે લાશનો કબ્જાે મેળવી પીએમ કરવી આગળની તજવીજ હાથ ધરી છે.