વાવ તાલુકાના સપ્રેડા ગામે વેઝિયા(રાજપૂત) પરિવારના આંગણે શામતાજી જાંમાજીના પગલા તથા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, પ્રતિષ્ઠાનો શુભારંભ તા. ૧૩મી અને ૧૪મી મે એમ બે દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હોઈ જેમાં ૧૩મી મેની ગતરાત્રે યોજાયેલ ભજન સત્સંગમાં સાહિત્યકાર સિદ્ધરાજભાઈ ગામોટ ગોલપનેસડા, ભજનીક ધેંગાભાઈ રાજપૂત, લોકગાયક ભાવેશભાઈ ગામોટ સહિતના અનેક કલાકારોએ મોડી રાત્રી સુધી ભજનની રમઝટ બોલાવી હતી, આ પ્રસંગે પ્રવિણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શામતાજી જેઓ પરચાધારી દાદા હોઈ મનોકામના પૂર્ણ કરતા હોઈ અમારા આરાધ્ય દેવ છે તેમ જણાવ્યું હતું, પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જગદીશભારથી, પાર્થ બારોટ વાવ, કાનજીભાઈ રાજપૂત વાવ, ભુવાજી કરશનભાઈ રબારી સહિત પરિવારજનો, મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : મયારામ આચાર્ય, વાવ.