પાણીનો પ્રવાહ ચાલુ હોઈ ખેતરો બેટમાં ફેરવાયા
ગુજરાતમાં મેઘરાજાની મહેર થઈ હોઈ લાંબા સમયથી વરસાદ વરસવાનું યથાવત્ રહેતા બનાસકાંઠા જિલ્લાના વાવ સહિતના અન્ય પંથકોમાં જયા જુઓ ત્યાં પાણીએ પાણી થઈ ગયા છે, ત્યારે બનાસકાંઠાના વાવ તાલુકાના માડકા, ભાચલી, ભાટવર સહિત અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાના સમાચાર મળી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ વાવડીની સીમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ માડકા, ભાચલી, ભાટવર ગામ સહિત અનેક ગામોમાંથી પાણીનો સ્ત્રોત પસાર થઈ જતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે તેમજ ગામમાં કયાંક ઘૂંટણ તો કયાંક કમર સમાન વરસાદી ભરાઈ ગયા હોઈ લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, વરસાદી માહોલ વચ્ચે માડકા ગામે તંત્ર પહોંચી પરિસ્થિતિની મુલાકાત કરી ખડે પગે જોવા મળી રહ્યાં છે જયારે ભાચલી ગામે પાણીથી લોકોની સ્થિતિ જાણવા વાવ મત વિસ્તારના ધારાસભ્ય કે કોઈ હજું ફરકયું ન હોવાનું ભાચલી ગામના નાગરિકે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
અહેવાલ : મયારામ આચાર્ય, વાવ