વાસણા (ઈયાવા)ઉત્કર્ષ ટ્રસ્ટ અને રાજપૂત વિદ્યાસભા મહિલા સંગઠન, અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે સાણંદ તાલુકાના વાસણા (ઇયાવા) ખાતે આયોજિત દ્વિતિય શિવણ તાલિમ વર્ગ ઉદ્ઘાટન સમારોહ તથા નારી શક્તિ સન્માન સમારોહ
આજ રોજ તા.27/03/2022ને રવિવારના સવારે 9.30 કલાકે સાણંદ તાલુકાના વાસણા ઇયાવા ખાતે વાસણા ઇયાવા ઉત્કર્ષ ટ્રસ્ટ અને ગોતા અમદાવાદ ખાતે આવેલા રાજપૂત વિદ્યાસભા મહિલા સંગઠન દ્વારા મહિલા શિવણ તાલીમ વર્ગ ના ઉદ્દઘાટન સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત નારી શક્તિ સન્માન નો વિશેષ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો. જેમાં વાસણા ગામના દરબાર સમાજની કેટલીક પુત્રવધૂઓ કે જેમણે અભ્યાસ માં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી હોય અને હાલ મેનેજર, ડોકટર, શિક્ષિકા, વકીલાત જેવા વિવિધ હોદ્દાઓ પર પોતાની ફરજ અને સેવાઓ આપી રહ્યાં છે એવી નારી શક્તિ નું પણ સન્માન કરવા માં આવ્યું.
આ કાર્યક્રમ માં વાસણા ગામના પુત્રવધૂ અને અમદાવાદ ના ગોતા ખાતે આવેલા રાજપૂત વિદ્યાસભા ના મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતી ગીતાબા સુખદેવસિહ વાઘેલા મુખ્ય મહેમાન તરીકે તથા અતિથિ વિશેષ તરીકે વાસણા ગામ ના પુત્રવધૂ અને સાણંદ તાલુકા પંચાયત ના સદસ્ય શ્રીમતી વસંતબા કિરીટસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતાં.
આ સાથે રાજપૂત વિદ્યાસભા મહિલા સંગઠન અન્ય હોદ્દેદારો અને વાસણા ગામના પ્રતિષ્ઠિત મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવા શરૂ થયેલા શિવણ તાલીમ વર્ગ માં 40 થી પણ વધુ મહિલાઓ ને તાલીમ આપવા માં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માં વાસણા ઇયાવા ઉત્કર્ષ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ કલ્યાણસિંહ વાઘેલા, મંત્રીશ્રી રાજેન્દ્રસિંહ ભગવતસિંહ વાઘેલા, ખજાનચી શ્રી ઘનશ્યામસિહ વાઘેલા તથા રાજપૂત વિદ્યાસભા મંત્રી શ્રી સુખદેવસિંહ રણજીતસિંહ વાઘેલા નું વિશેષ યોગદાન રહ્યું હતું
સન્માનિત કરવામાં આવેલ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પુત્રવધૂઓ
- વાઘેલા સ્મિતાબા હિતેન્દ્રસિંહ વાઘેલા (એડવોકેટ, સેશન્સ કોર્ટ, અમદાવાદ)
- રક્ષાબા પ્રજ્ઞેશસિંહ વાઘેલા
( M. B. A, Finance,
junior executive, Torent Power) - રિદ્ધિબા અનિરૂદ્ધસિંહ વાઘેલા
( P. T. C., BA, MBA શિક્ષિકા- અપ્રૂજી પ્રાથમિક શાળા - ઉન્નતીબા ભાવિકસિંહ વાઘેલા
(PTC, MA Bed.
શિક્ષિકા- સંસ્કારધામ ઘુમા