મહેસાણા જિલ્લાના કેટલાક લોકોને અમેરિકા જવાના સપના મોંઘા પડી ગયા છે. જેમાં ત્રણ મહિના ૧૫ જેટલા લોકોને ભૂતિયા બંગલામાં ગોંધી રાખી બંદૂકની અણીએ કરોડો રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કેટલાક પટેલ પરિવાર ભોગ બન્યા છે. જેમાં અમેરિકા જવાની લાલચ આપી કલકત્તાના ત્રણ એજન્ટો સામે આ ત્રીજી ફરિયાદ વધુ એક પરિવારે નોંધાવી છે. મહેસાણા પાસે આવેલ જાેરણંગમાં રહેતા રાકેશ પટેલ પર ૨૩ ડિસેમ્બરના રોજ અમદાવાદના એજન્ટ સુશીલ રોયનો ફોન આવ્યો હતો. જેમાં સુશીલ રોયે રાકેશ પટેલને અમેરિકા જવાની વાત કરી હતી. જ્યાં રાકેશ પટેલે પણ અમેરિકા જવાની વાત સુશીલ રોયને કરી હતી, જ્યાં સમગ્ર મામલે રાકેશ પટેલ અને સુશીલ રોય વચ્ચે અમેરિકા જવા મામલે રૂ. ૧ કરોડ ૩૫ લાખમાં સોદો ફિક્સ થયો હતો. તેમજ એડવાન્સ પેટે સુશીલ રોયે રાકેશ પટેલ પાસેથી ૫ લાખ રૂપિયા માંગ્યા હતા. બાદમાં રાકેશ પટેલ પોતાની પત્ની અને ૨૩ માસના દીકરા સાથે ૨૭ ડિસેમ્બરના રોજ અમદાવાદથી કલકત્તા ગયા હતા.
એક કબૂતરબાજ સંતોષ રોય સાથે રાકેશ પટેલની મુલાકાત થઈ હતી. જ્યાં સંતોષ રોય રાકેશ પટેલને કલકત્તામાં આવેલી હોટેલ વિક્ટોરિયા લઇ આવ્યો હતો. જ્યાં સુશીલ રોયના કહેવાથી સંતોષ રોયે રાકેશ પટેલને પાસપોર્ટ આપ્યા હતા. ત્યાં રાત્રે હોટેલ પર કમલ સિંધાનિયાએ રાકેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યાં પટેલ પરિવાર હોટેલમાં ૨૦ દિવસ રોકાયા હતા. બાદમાં ત્યાંથી હિસ્ટીમ હોટેલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કલકત્તાથી દિલ્હી લાવી ટુરિસ્ટ પેલેસમાં તેમને ગોંધી રાખ્યા હતા. જ્યાં રાકેશ પટેલે સુશીલ રોયને કહેલું કે “તું મને અમેરિકાના મોકલી શકે તો કઈ નહિ મારા ઘરે મોકલી દે” બાદમાં ૧૨ ફેબ્રુઆરીની રાત્રે ૧૨ કલાકે ગુજરાત ગાંધીનગર પોલીસ આવી જતા રાકેશ પટેલ અને તેના જ્યાં સમગ્ર મામલે ભોગ બનનાર રાકેશ પટેલને પોતાના પરિવાર સાથે પોલીસની હાજરીમાં ગાંધીનગર લાવવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે કબૂતરબાજીનો ભોગ બનનાર રાકેશ પટેલે સુશીલ રોય તેમજ સંતોષ રોય અને કમલ સિંધાનિયા દ્વારા હોટેલમાં ગોંધી રાખી ૫ લાખ પડાવી લેવા મામલે કલકત્તાના ૩ કબૂતર બાજાે સામે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અમેરિકા જવાના સપના બતાવનાર કલકત્તાના ત્રણ એજન્ટ સામે વધુ એક છેતરપીંડી મામલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકમાં કબૂતર બાજીનો ભોગ બનનાર રાકેશ પટેલ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કલકત્તાના ત્રણ એજન્ટોએ ફરિયાદીને કોલ કરી અમેરિકા જવાના સપના બનાવી રૂ. ૧ કરોડ ૩૫ લાખમાં સોદો ફિક્સ કર્યો હતો. જેમા મહેસાણાના જાેરણંગના પટેલ પરિવારને આ ત્રણ એજન્ટોએ દિલ્હી અને કલકત્તામાં ગોંધી રાખ્યા હતા.