વિદ્યાર્થી અને આપ નેતા યુવરાજસિંહ જાડેજાને જેલમુક્ત કરવા ખેરાલુમાં અપાયું આવેદનપત્ર
યુવરાજસિંહ જાડેજા હાલ છે જેલમાં
પોલીસ પર ગાડી ચડાવવાના આરોપસર લાગી છે ગંભીર કલમો
વિદ્યાસહાયકોના આંદોલનમાં સમર્થન આપવા જતા હતી સમગ્ર ઘટના
યુવરાજસિંહના સમર્થનમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ તેમજ આમ આદમી પાર્ટી કરી રહી છે દેખાવો..
મહેસાણાના ખેરાલુ ખાતે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભેગા મળી યુવરાજસિંહને જેલમુક્ત કરવા ખેરાલુ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કોંગ્રેસ નેતા અને વેપારી મહામંડળના પ્રમુખ મુકેશ દેસાઈનો પણ સાથ મળ્યો હતો..
આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓમાં એક લોકપ્રિય ચહેરો છે અને ઘણી સરકારી ભરતીના પેપરો છે ફુટ્યા છે એને બહાર લાવવામાં યુવરાજસિંહ નો ફાળો રહેલો છે એવામાં ગાંધીનગર ખાતે વિદ્યાસહાયકોના આંદોલનમાં સમર્થન આપવા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ સાથે એમને ઘર્ષણ થયું હતું . પોલીસ સાથે ઘર્ષણ કરી ગાડી એક પોલીસકર્મી પર ચડાવી દેવાના આરોપો પણ લાગ્યા હતા અને ત્યાંથી યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ બાદ યુવરાજસિંહની ગાડીમાં લાગેલા કેમેરાના વીડિયો જાહેર કરાયા હતા જેમાં તેઓ પોલીસ કર્મી ગાડીના બોનેટ પર હોવા છતાં ગાડી ચલાવી હોવાની વાત બહાર આવી હતી અને પોલીસ દ્વારા યુવરાજસિંહ પર 307 અને 332 લગાવાય હતી અને કોર્ટમાં રજુ કરાયા હતા પણ પોલીસે રિમાન્ડની માગ ન કરતા યુવરાજસિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં સોશલ મીડિયામાં એક યુદ્ધ છેડાય ગયું હતું અને યુવરાજને જેલમુક્ત કરવા માટે ટ્રેન્ડ ચલાવાય રહ્યો છે અને હવે ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ આવેદનપત્ર આપી યુવરાજસિંહનું સમર્થન કરી જેલમુક્ત કરવા ચળવળ ચલાવી રહ્યા છે..
રોનિત બારોટ બ્યુરો રિપોર્ટ મહેસાણા..