બાતમી આધારે જુગારીઓને કી.રૂા- ૧૧,૯૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વિરમગામ ટાઉન પોલીસ
અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.ચંદ્રશેખર સાહેબ તથા મહે.જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જિલ્લામા પ્રોહી.જુગારની ચુસ્ત અમલવારી સારુ પ્રોહિ તથા જુગારની કામગીરી શોધી કાઢવા સખ્ત સુચના કરેલી જે આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ડો.લવીના સિન્હા સાહેબ વિરમગામ વિભાગ વિરમગામ નાઓના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્તનાબુદ કરવા સારુ ઇ.પોલીસ ઇન્સપેક્ટર સાહેબ શ્રી એસ.એસ.ગામેતી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ ટીમ બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે આધારે આ.પો.કો રાજેશકુમાર માધવજીભાઇ બ.નં.૩૯૬ નાઓને ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે, વિરમગામ ભીમજી ઝાલાના ખાંચામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાંક ઇસમો તીનપત્તીનો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે હકીકતની જાણ થતા રેઇડ કરવાનુ આયોજન કરી રેઇડીંગ પાર્ટીના માણસોનાઓ હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા (૧) યશ રાજેશભાઇ પાટડીયા રહે. નાગરવાડા, વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ (૨) પવનભાઇ વિહાજીભઇ ઠાકોર રહે. કન્યાશાળા સામે, બાવન પયગા, મુસનર રોડ, વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ મો. (૩) જૈમિનભાઇ દિનેશભાઇ પ્રજાપતિ રહે. લુહાર કોડ, સુથાર ફળી ચોક, વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ (૪) સાગર તેજપલસિંહ ઠાકોર રહે. ભીમજી ઝાલાના ખાંચામાં, વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ (૫) અનિલકુમાર ત્રિલોકચંદ દેસાઇ રહે. બાવન પાયગા, ગાંધીફળીની બાજુમાં, વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ (૬) જીજ્ઞેશકુમાર જીવાભાઇ કુરેશી રહે. ભીમજી ઝાલાના ખાંચામાં, વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ(૭) મિન્ટુભાઇ કાળીદાસ દલવાડી રહે. ભીમજી ઝાલાના ખાંચામાં, વિરમગામ તા.વિરમગામ જી.અમદાવાદ નાઓને કુલ રૂા- ૧૧,૯૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી પાડતી વિરમગામ ટાઉન પોલીસ.
રિપોર્ટર – જગદીશ રાવળ,વિરમગામ