વિસનગર તાલુકામાં આપ કે દ્વાર આયુષ્યમાન કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 24 તારીખથી વિસનગર શહેરના એપીએમસી હોલ ખાતેથી આ કાર્યક્રમ ની શરૂઆત આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકાના 26 તારીખે ભાલક અને ગોઠવા ગામે કેમ્પ યોજાયો હતો. ત્યારબાદ તારીખ 27 ફેબ્રુઆરીના રોજ વાલમ,પુદગામ અને કાંસા ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનું આયોજન કરાયું હતું. આ ત્રણ દિવસમાં વિસનગર તાલુકામાંથી 2300 જણાએ આયુષ્યમાન કાર્ડ કઢાવી સુરક્ષા કવચ ધારણ કર્યું હતું. તાલુકાના કાંસા ગામે આ કાર્યક્રમ ને સંપન્ન કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી જશુભાઈ પટેલ, પી.કે.પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.