ધુળેટીના દિવસે ઉકરડા ખાલી કરવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ઘારણ કર્યું,સામસામે પોલીસ ફરીયાદ
પોલીસ દ્રારા પાટીદાર યુવકોને છાવર્યા હોવાનો કુવાસણા ઠાકોર સમાજનો આરોપ
પટેલ સમાજ દ્રારા ઠાકોર સમાજના લોકો ઉપર વિવધ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લાદતો પત્ર સોશીયલ મિડીયામાં વાઈરલ થતાં ઠાકોર સમાજના અગ્રણીઓ કુવાસણા દોડી આવ્યાં
પ્રાપ્ત માહિતિ અનુસાર,વિસનગર તાલુકાના કુવાસણા ગામમાં પટેલ સમાજની વાડી બનાવવા માટે ઠાકોર સમાજના લોકો દ્રારા કરવામાં આવેલાં ઉકરડાં ખાલી કરાવવા બાબતે થોડાક દિવસો અગાઉ બોલાચાલી બાદ મારામારી થઈ હતી.જે બાબતે વિસનગર પોલીસ સ્ટેશને સામસામે ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષે જામીન ઉપર છોડવામાં આવ્યાં હતાં. ઠાકોર સમાજના લોકોના જણાવ્યા અનુસાર જે જગ્યા ગ્રામ પંચાયતની હતી,તેમાં ઠાકોર સમાજના ઉકરડાં હતા તે વર્ષોથી તેવો તે જગ્યાનો ઉપયોગ કરતા તેમાં પટેલ સમાજની વાડી બનાવવાની હતી તેથી ઠાકોર સમાજે વિરોધ કરેલ તો કુવાસણા ગામના તાલુકા ડેલીગેટ ચંદ્રકાન્ત પટેલે તે સમયે ઠાકોર સમાજના અગ્રણી ઉપર હાથા પાઇ કરી હતી તેમાંથી ઉગ્ર વાતાવરણ સવાઈ ગયું તેમાં પટેલના યુવાને ઠાકોર સમાજની બેન ને ઇટ મારી હતી તો બેન ને ઇજા થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા તેના લીધે આમને સામને બંને સમાજાે આવી ગયા હતા તેથી કુવાસણા ગામના પાટીદાર સમાજના અમુક જે પોતાને કઈક છે તેવું વિચાર શરણી વાળા વ્યક્તિઓએ ભેગા થઈને આખો સમાજ ફાર્મ હાઉસ ખાતે રાત્રે મીટીંગ ગોઠવી ઠાકોર સમાજ વિરુદ્ધ નિયમો બનાવી પોસ્ટ ફરતી કરી હતી તેવું ઠાકોર સમાજના સ્થાનિક લોકોનું કહેવું છે.
ઠાકોર સમાજના લોકોનો પોલીસ પર આક્ષેપો મૂકવામાં આવ્યો છે કે જે ઠાકોર સમાજના યુવાનોને પોલીસ સ્ટેશને હાજર કર્યા હતા તેમને બિભત્સ વર્તન વાળા અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને રાઇટર દ્રારા પૈસાની માંગણી કરવામાં આવી હતી.
સોશીયલ મિડીયામાં ઠાકોર સમાજના લોકોના બહિષ્કાર બાબતે પોસ્ટ ફરતી થયા પછીે સમાજના અગ્રણીઓને જાણ થતાં તાત્કાલિક ધોરણે કુવાસણા ગામમાં ઠાકોર સમાજના મહોલ્લામાં રાત્રે મીટીંગ કરવામાં આવી તેમાં ઉપસ્થિત અગ્રણીઓ યુવા ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અભેજિતસિંહ બારડ,સામાજિક અગ્રણી અજમેલજી ઠાકોર,સામાજિક અગ્રણી દશરથજી ઠાકોર,અશોકસિંહ ઠાકોર,આજુ-બાજુ ગામના સામાજિક કાર્યકર્તાઓ થતાં સમાજના સંગઠનોના હોદેદારો પણ હાજર રહ્યા હતા તથા તા.૨૫.૦૩.૨૨ ના રોજ સવારે ૧૦.૦૦ વાગે વિસનગર ત્રણ ટાવરથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવશે.