વિસનગરના ગંજબજારમાં પેઢી ધરાવતા વેપારી સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થતાં ખળભળાટ

૨૨ વર્ષીય યુવતીએ નોંધાવી ફરીયાદ

0
1134

ફોટો વાઈરલ કરવાની ધમકી આપી પીડિતાને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ કર્યાનો પીડીતાનો આરોપ

આરોપી વેપારી અને ભોગ બનનારનો ફોન પર સંપર્ક થયો હતો

વિસનગર ગંજબજારના ખ્યાતનામ વેપારી ચૌધરી વિપુલ ફુલજી સામે ફરિયાદ

મહેસાણા જીલ્લાના વિસનગર શહેર પોલીસ સ્ટેશને એક ૨૨ વર્ષીય યુવતીએ ગંજબજારના એક ખ્યાતનામ વેપારી સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જેમાં એક અભ્યાસ કરતી યુવતીને વિસનગરના વેપારીએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૫ વખત દુષ્કર્મ આચર્યું હોવાની જાણ પોતાના પરિવારને કરતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ યુવતીએ પોતાના માતા પિતાને કરતા હાલમાં યુવતીએ વિસનગર શહેર પોલીસ મથકમાં વેપારી ચૌધરી વિપુલ ફુલજી ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

file image

વિસનગર શહેરની અભ્યાસ કરતી ૨૨ વર્ષીય એક યુવતીને વિસનગરના કાંસા એ.ન.વિસ્તારમાં રહેતા ચૌધરી વિપુલભાઇ ફુલજી ભાઈ નામના વેપારીએ ત્રણેક વર્ષ અગાઉ યુવતીના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ યુવતી સાથે ફોન પર વાતચીત ચાલુ કરી હતી. બાદમાં પીડિત યુવતીને આરોપી વિપુલ ચૌધરી વિસનગર ખાતે આવેલ ગંજ બજારમાં આવેલ પેઢીના ગોડાઉનમાં લઈ જઈ યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આરોપી વિપુલે યુવતીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી પીડિત યુવતીના નગ્ન ફોટો વીડિયો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર યુવતી સાથે દુષ્કર્મ આચારતો હતો. તેમજ ત્રણ વર્ષ દરમિયાન આરોપીએ યુવતીને બ્લેક મેલ કરી પોતાની પેઢીના ગોડાઉનમાં ૧૫ વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ યુવતીએ વિસનગર શહેર પોલીસ મથકમાં ચૌધરી વિપુલભાઈ ફુલજીભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬ (૨) અને ૫૦૬ (૨) થતા આઇટી એકટ ૨૦૦૮ કલમ ૬૬ (ઇ) ૬૭ (એ) મુજબ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here