વિસનગર ખાતે આવેલી અને ઉત્તર ગુજરાતની જાણીતી સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા વિવિધ રમતોને લઈને SPORTS DAYS નું આયોજન કરાયું હતું.
જેમાં ક્રિકેટ વોલીબોલ ચેસ કબડ્ડી જેવી રમતો શામેલ હતી.
વધુમાં BCA પ્રિન્સીપાલ શ્રી ડૉ. અભિજીતસિંહ જાડેજા સાહેબે યુનિવર્સીટી તેમજ SPORTS DAYS ને લઈને માહિતી આપી હતી અને પોતે પણ ક્રિકેટ મેચમાં ખેલાડી તરીકે ભાગ લીધો હતો અને SPORTS DAYS માં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.. SPORTS DAYS ને લઈને ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તેમજ રમતોને માણવા આવેલા વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો…
ત્રિદિવસીય SPORTS DAYS ને સફળ બનાવવા માટે SPU ના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ,
પ્રોવોસ્ટ ડૉ.જે.આર પટેલ
ડિરેક્ટર ઑફ ટેકનિકલ ડૉ ડી.જે શાહ
પ્રિન્સીપાલ ડૉ. અભિજીતસિંહ જાડેજા
NSS કોઓર્ડિનેટર પ્રોફેસર યોગેશ પટેલ સહિત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને આ SPORTS DAYS માં ભાગ લેનાર, અને સફળ બનાવનાર તમામ લોકોનો પ્રિન્સીપાલ ડૉ. અભિજીતસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો…