જે પક્ષ માંગણી સ્વીકારશે તે પક્ષને સમર્થન આપીશું ખેડૂતો
વિસનગરમાં આજે ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી. જેમાં ખેડૂતોના અનેક પ્રશ્નોની માંગણી માટે સભાનું આયોજન કરાયું હતું. જેમાં ખેડૂતોના સળગતા પ્રશ્નો અંગે ઠરાવ કરવામાં આવ્યો અને આ ઠરાવ રાજ્યના દરેક પ્રતિનિધિ ને મોકલી આપવામાં આવશે અને આ પત્રોનો જવાબ જે પક્ષ વહેલા તે પહેલા ધોરણે આપશે તેને તમામ ખેડૂતો સાથ સહકાર અને સહયોગ આપશે. અને જો ખાત્રી આપ્યા પછી કોઈ પક્ષ ફરી જશે તો ફરીથી એને સાથ સહકાર નહિ આપે અને ખેડૂતોની માંગણી જે સ્વીકારશે તેને જ ખેડૂતો સાથ સહકાર આપશે તેવો સર્વ ખેડૂતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.આ સભામાં ભારતીય કિસાન સંઘના
કુરાભાઈ ચૌધરી સાત જિલ્લા સયુંકત પ્રમુખ, વિષ્ણુ ભાઈ પટેલ જીલ્લા પ્રમુખ મહેસાણા, કાનજી ભાઈ ચૌધરી સલાહકાર, છનાજી ઠાકોર મહામંત્રી મહેસાણા, પ્રભુદાસ પટેલ કોષાધ્યક્ષ, ડી.જે.પટેલ પ્રમુખ વિસનગર તાલુકો, રમણ ભાઈ પટેલ ઉપપ્રમુખ, અંબાલાલ પટેલ મંત્રી સહિત કારોબારી સભ્યો અને જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતાં
આ સભામાં એક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર રૂપી આખલાઓ ક્યાં સુધી શિંગડા મારશે.
અહેવાલ… વિજય ઠાકોર.. વડનગર