વિસનગરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 6 માં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના ચેરમેન પ્રકાશ ભાઈ પટેલ ના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નૂતન હોમિયોપેથીક જનરલ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક હોમિયોપેથીક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમિયોપેથીક ના શોધક ડૉ.સેમ્યુઅલ હનેમનની 179 મી પુણ્યતિથી નિમિત્તે નિશુલ્ક હોમિયોપેથીક નિદાન, નિશુલ્ક સારવાર તથા રાહતદરે લોહીની તપાસ ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પ્રાથમિક શાળા નંબર 6 નો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. આ કેમ્પમાં હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.સુનીલ આર. પાટીલ , સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. નિલય પટેલ, રેસીડેન્ટ મેડિકલ ઓફિસર ડો.દિનેશ પરમાર, મેડિકલ ઓફિસર ડો.મોના પટેલ, ડૉ. રિંકલ પ્રજાપતિ, ડો.પૂજા પ્રજાપતિ, ડૉ.કોમલ પટેલ, ડૉ.હેમા પટેલ તેમજ ફતેહ દરવાજા.પ્રાથમિક શાળા નંબર 6 ના આચાર્ય સુશીલ ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હોમિયોપેથીક ના શોધક ડૉ.સેમ્યુઅલ હનેમનની 179 મી પુણ્યતિથી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના સફળ સંચાલન બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના ચેરમેન પ્રકાશ ભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ…વિજય ઠાકોર..વિસનગર