Google search engine
HomeGUJARATવિસનગર : કુવાસણા ગામના ખેડૂતોના નવતર પ્રયોગથી પાકમા બે ગણું રૂ...

વિસનગર : કુવાસણા ગામના ખેડૂતોના નવતર પ્રયોગથી પાકમા બે ગણું રૂ નુ ઉત્પાદન

ગુજરાતમાં પ્રથમ વિસનગર તાલુકામાં કુવાસણા ગામના ખેડૂતે કપાસના પાકમાં નવતર પ્રયોગ કર્યો, આ પ્રયોગથી પાકમાં 1 વિઘામાથી બે ગણું રૂ નુ ઉત્પાદન વધશે ,અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા ખેડૂતની અપીલ

  • પદ્ધતિથી જંતુનાશક દવાનો ખર્ચ પણ થશે નહિ અને ખેડૂતની આર્થિક બચત થશે
  • ચાલુ પદ્ધતિ માં રૂ નુ વજન 4 થી 5 ગ્રામ હોય છે જ્યારે આ પદ્ધતિમાં વજન 8 થી 10 ગ્રામ થશે

વિસનગર તાલુકાના કુવાસણા ગામના પટેલ ગીરીશકુમાર મંગળદાસ નામના ખેડૂતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કપાસના પાકમાં નવતર પ્રયોગ કર્યો છે. જેમાં કપાસના પાકમાં શ્રી દાદા લાડ કપાસ તંત્ર જ્ઞાન નામની પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિ દ્વારા કપાસના પાકમાં દોઢ થી બે ગણુ ઉત્પાદન વધી છે. ચાલુ પદ્ધતિ કરતા આ પદ્ધતિ થી કપાસનું વાવેતર કરવાથી કપાસના કાલા નુ પણ વજન વધી જશે. ચાલુ પદ્ધતિમાં 1 વીઘામાં 20 મણ રૂ નુ ઉત્પાદન થતું હોય તો આ પદ્ધતિ અપનાવવાથી 40 મણ ઉત્પાદન લઈ શકાય છે. આમ આ પદ્ધતિ દ્વારા જંતુનાશક દવાઓનો પણ ખર્ચ પણ ઘટી જાય છે જેનાથી ખેડૂતની આર્થિક બચત પણ થાય છે. તમામ ખેડૂતોને આ પદ્ધતિ નો પ્રયોગ કરવા માટે ખેડૂત ગીરીશભાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે.

કપાસના નવા વાવેતરની પદ્ધતિ

આ અંગે ખેડૂત ગીરીશભાઈ ભાઈ પટેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પદ્ધતિથી કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં કપાસના છોડમાં વિકાસ ની ડાળી કાપી નાખવી (Monofodia), આ ડાળીને ઓળખવા માટે કપાસ ના છોડ ની પ્રથમ, બીજા અને ત્રીજા પાન પર ફૂલ ભમરી (ચપકા) ના હોય તે ડાળીને કાપી નાખવી. આમ કરવાથી ઉત્પાદન વધશે.

પદ્ધતિના લાભ

આ પદ્ધતિના જે વિકાસની ડાળીઓ જમીનમાંથી ખોરાક મેળવી વિકાસ કરે છે તે ખોરાક મળતો અટકી જશે અને આ ખોરાક ફળ વાળી ડાળીઓને મળશે તેનાથી ફળનો વિકાસ થશે અને ક્વોલિટી પણ સારી મળશે. છોડની આજુબાજુ વિકાસની ડાળી કપાઈ જવાથી સૂર્યપ્રકાશ તથા હવાની અવરજવર સારી રીતે થશે તેનાથી પાકમાં રોગ જીવાત ઓછા આવશે જેના કારણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થશે નહિ ને ખેડૂતને બચત થશે.

1 વીઘામાં દોઢ થી બે ગણુ ઉત્પાદન થશે

હાલમાં ખેડૂતો જે પદ્ધતિથી વાવેતર કરે છે તે પદ્ધતિ કરતા આ પદ્ધતિ અપનાવવાથી દોઢ ગણુ થી બે ગણુ ઉત્પાદન વધી જશે જેનો આર્થિક ફાયદો ખેડૂતને થશે. અત્યારે કપાસના કાલા માથી રૂ. નુ વજન 4 થી 5 ગ્રામ હોય નીકળે છે પરંતુ આ પદ્ધતિ અપનાવવાથી કાલા માં રૂ નુ વજન 8 થી 10 ગ્રામ થાય છે. આ પદ્ધતિ દ્વારા 1 વિઘામાંથી 30 થી 40 મણ રૂ નુ ઉત્પાદન મેળવી શકાય છે જેનો સીધો લાભ ખેડૂતને થશે.

આ પદ્ધતિ ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી દાદા લાડ તરફથી કુવાસણા ગામના ખેડૂતને જાણવા મળી હતી અને તેનો પ્રેક્ટિકલ અભ્યાસ માટે ખાસ ટ્રેનર ને મોકલી પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments