વિસનગર તાલુકાના જેતલવાસણા માં રહેતી મહિલાને તેના પતિએ ફોન પર એકલી કોને વાતો કરે છે તે તેમ કહી લાકડાની કાતર મારતા ઇજા થઇ હતી. જે અંગે મહિલાએ વિસનગર તાલુકા પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જેતલવાસણા ગામની નિશાબેન સુરેશજી ઠાકોર શુકવારે રાત્રે ઘરે હતા અને તેમના પતિ સુરેશજી મહોલ્લામાં લગ્ન પ્રસંગ હોઈ રાસ ગરબા જોવા ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ તેમણે તું એકલી બેઠી ફોન કરે છે તેમ કહેતા નિશાબેન આ ફોન પડ્યો જોઈ લો મેં કોઈને ફોન કર્યો નથી, મારા ઉપર વહેમ કરશો નહિ તેમ કહેતા સુરેશજીએ ઉશ્કેરાઈ જઇ ગડદાપાટુ તેમજ લાકડાની કાતર વડે માર માર્યો હતો. જે બાબતે નિશાબેન તેમના મહોલ્લામાં રહેતા બનેવી અને બેનને જાણ કરતા સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં નિશાબેને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.