વિસનગર માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડીગમાં હિસાબોના કામકાજને કારણે માર્કેટયાર્ડમાં તારીખ 28-3-2022 થી 2-4-2022 સુધી હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તમામ ખેડૂત મિત્રો, વેપારી મિત્રો અને પોર્ટરભાઈને નોંધ લેવા માટે માર્કેટયાર્ડ તરફથી વિનંતી કરવામાં આવી છે. તારીખ 4-4-2022 સોમવારથી રાબેતા મુજબ કામકાજ ચાલુ રહેશે.