વિસનગર
યુવાન ને પૈસા આપી ઊંચું વ્યાજ માગયું, તેમજ જાનથી મારી નાખવાની આપી ધમકી.
ધમકીના ડરે યુવાને ઝેર ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ.
વિસનગર પોલીસસ્ટેશને 3 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધાયો.
પ્રથમ પૈસા આપ્યા , બાદ માં ઊચો વ્યાજદર જણાવ્યો.
સારવાર બાદ યુવકને બચાવી લેવાયો.
પીડિત યુવક વિસનગરના ગોવિંદ ચકલા ભાટવાડામાં વિસ્તારમાં રહે છે.અને ત્રણ દરવાજા ટાવર પાસે ફૂલોની દુકાન ચલાવે છે. તેણે ફાયનાન્સર જોડેથી 6 લાખ રૂપિયા અઢી ટકાના વ્યાજે લીધા હતા. જે પૈસા તેને આઇ.સી.આઇ. બેંકના કોરા ચેક દ્વારા મેળવ્યા હતા. જેમાં પીડિતે 12 મહિના સુધી પૈસા ચૂકવ્યા હતા. ત્યારબાદ તેને ફાઈનાન્સરને બાકી ચૂકવવાની રકમ અંગે પૂછતા તેણે તે યુવકને ને કહ્યું હતું કે અમે તો 30 ટકાએ પૈસા આપીએ છીએ.અને હજુ 12 લાખ તમારે ચૂકવવાના બાકી છે એવું કહી પીડિત પાસેથી લખાણલવામા આવ્યું હતું.
યુવક ત્રણ મહિના સુધી પૈસા ચૂકવી શક્યો નહતો. ત્યારબાદ પૈસા ન ચૂકવી શકતા, ફાઈનાન્સર દ્વારા પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ, તેમજ પત્ની અને બાળકો ને ઉપાડી જવાની ધમકી આપી હતી. પીડિતે ફાઈનાન્સરના પૈસા ચૂકવવા માટે અન્ય બે લોકો જોડેથી પૈસા લીધા હતા. એ બન્ને પણ ઊંચું વ્યાજ લેતા હતા.આમ વ્યાજના ચક્કરમાં ફસાઈ જતાં અને ધમકીઓથી કંટાળી યુવકે ગોડાઉન પર જઈ ઝેરી દવા પી લીધી હતી. જેથી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ ઊંચું વ્યાજ લેનાર અને ધમકીઓ આપનાર ત્રણેય શખ્સો સામે વિસનગર શહેર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.
ઊંચું વ્યાજ લેનાર અને ધમકીઓ આપનાર એમ 3 શખ્સો વિરુધ્ધ વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.