વિસનગર શહેરમાં 21 વર્ષિય યુવકનો ફાંસો ખાઇ આપઘાત

અગમ્ય કારણોસર કાકાના ઘરે જઇ આત્મહત્યા કરી

0
795

વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં રહેતા 21 વર્ષિય યુવકે અગમ્ય કારણસર તેના કાકાના ઘરે જઈ ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં પોલીસે યુવકના મૃતદેહને વિસનગર સિવિલ પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે.કડા દરવાજા વિસ્તારમાં રહેતા ઠાકોર વિષ્ણુજી પ્રતાપજીનો દીકરો 21 વર્ષીય ઠાકોર ભરતજીએ સોમવારે બપોરે તેમના કાકા ગગાજીના ઘરે જઇ અગમ્ય કારણોસર રૂમમાં પંખાથી દોરડું બનાવી ફાંસો ખાઇ લીધો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો.

જ્યાં તબીબે ભરતજીને મૃત જાહેર કર્યો હતો. વિષ્ણુજીએ વિસનગર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે વિષ્ણુ ભરતજીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે વિષ્ણુજીના નિવેદનના આધારે અકસ્માતે મોતની નોંધ કરી છે.

Source – divya bhasakar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here