વિસનગર : ૧૭ વર્ષીય કિશોરીને ભગાડી જનારા આરોપીના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા

0
399
district court mahesana

વિસનગરના એક ગામની ૧૭ વર્ષીય કિશોરીને ભગાડી જવા મામલે કિશોરીના પરિવારજનોએ વિસનગરના પાલડી ગામના પરમાર હિરેન સામે કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી જવા અંગે પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે આરોપી દ્રારા આગોતરા જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલોના પગલે કોર્ટ જામીન ફગાવ્યા હતા.

વધુ વિગતમાં સગીરાને ભગાડી જનાર આરોપી હિરેન પરમારે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જ્યાં સરકારી વકીલ પરેશ દવે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. જેમાં આરોપી અગાઉ પણ એક સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે વિસનગર પોલીસ મથકમાં પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. છતાં પણ ત્યારે આરોપીએ ત્રણ મહિનાના સમય ગાળા દરમિયાન ફરીથી ગુનો કર્યો હતો. આરોપી અને ભોગ બનનાર કિશોરી કૌટુંબિક રીતે મામા ફોઈના ભાઈ બહેન થતાં હોવાથી આરોપી જાણતો હોવા છતાં કિશોરીને ભોળવી ગંભીર ગુનો કર્યો છે.જે બાબતે સરકારી વકીલ દ્રારા રજૂઆત કરવામાં આવી હતી.આરોપીની ક્રિમિનલ હિસ્ટ્રી, વર્તન જાેતા આવા આરોપીને આગોતરા જામીન આપવા શક્ય નથી. તેવી દલીલો કોર્ટમાં કરતા કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોસ્કો જજ એ,એલ વ્યાસ દ્વારા આરોપીના આગોતરા જામીન ફગાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here