એલ.સી.બી. મહેસાણાની ટીમે ચોક્કસ બાતમીને આધારે વોચ રાખી સ્વીફ્ટ ડિઝાઇર ગાડી સાથે એક ઇસમને ઝડપ્યો.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી દારૂ જુગારની બદી ડામવા માટે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ વોચમાં હતી ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI દિલીપકુમાર અને PC જયસિંહને બાતમી મળી હતી કે ખેરાલુ બાજુથી વિદેશી દારૂ બિયરના ટિન ભરેલી એક ગાડી વિસનગર તરફ આવી રહી છે ત્યારે વિસનગર આઈ.ટી.આઇ ચાર રસ્તા પાસે આવેલા રેલવે ફાટક આગળ ગાડીઓ આડી કરી એક સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી ઉભી રાખી ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ બિયરના ટીન નંગ 696 કિંમત રૂ.83520 સાથે ગાડી મળીને કુલ 3,89,020 નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.
પકડાયેલ આરોપી:-
સોહનસિંહ સન ઓફ લાલસિંહ કિશોરસિંહ સીસોદીયા,રહે.અદવાસ, ઢીમડી વિસ્તાર,તા.સરાડા, જી.ઉદેપુર, રાજસ્થાન
વોન્ટેડ આરોપી :-
મહેન્દ્રકુમાર ઉર્ફે પિન્ટુ મારવાડી, રહે, ઉદેપુર રાજસ્થાન
અહેવાલ :- પ્રિયા નાઈ,વિસનગર