વીજ ચોરી અટકાવવા ગયેલ અધિકારી સાથે ધારાસભ્યના નામે દાદાગીરી કરાઈ

0
280
prevent power theft

બાવળા ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ ના અધિકારીઓ દ્વારા સાણંદ તાલુકાના અમથાપુરા ગામે વીજ ચોરીના ચેકિંગ દરમિયાન અમથાપુરા ગામમાં રહેતા નટુભાઈ કમાભાઈ કોળી પટેલના ઘેર વિજ ચોરી ઝડપાઈ હતી. જેથી વિજ ચોરી અટકાવવા માટે અધિકારી દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન અમથાપુરા ગામમાં રહેતા ‘મનોજ ‘ નામના વ્યક્તિએ પોતે મહામંત્રી હોવાનો રોફ જમાવી અને કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. યુજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા આ અંગે મહા મંત્રીનો હોદ્દો ધરાવતા મનોજભાઇને સમજાવતા મનોજભાઈએ તેમના ફોનમાંથી ફોન કરતા તમામ કર્મચારી અને અધિકારીને સ્પીકર ફોન કરી વાત કરવા જણાવતા ‘હું ધારાસભ્ય કનુભાઇ બોલું છું’ તેવું જણાવી અધિકારને તાત્કાલિક સ્થળ છોડી દેવા માટે ધમકી સાથે જણાવ્યું હતું તે દરમિયાન સ્થળ પર પોલીસ કાફલો અધિકારી દ્વારા બોલાવવામાં આવ્યો હતો ત્યારે ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મંડોરાની ટીમ તાત્કાલિક અમથાપુરા ગામે પહોંચી યુજીવીસીએલના અધિકારીને મદદ કરતા પોલીસ રક્ષણ સાથે નટુભાઈના ઘરેથી મીટર અને સર્વિસ વાયર જમા લઇ જરૂરી પંચનામું કરી ,લેબોરેટરી તપાસ કરાવી રૂપિયા ૪૯,૯૫૬ / ની રકમ ની વિજ ચોરી કરી હોવાનું માલુમ પડતાં યુજીવીસીએલઅધિકારી દ્વારા તેમને ૪૯ હજાર ૯૯૬ રૂપિયાનું બિલ આપી જીયુવીએનએલ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે વિજ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

જ્યારે નટુભાઈ કમાભાઈ કોળી પટેલે ઉપર પટ્ટી ટીમમાં નિશુલ્ક કનેક્શન મેળવેલુ હતું જે અનુસાર તેમને ૦.૫ લોડથી વધુ પાવર વાપરી શકે નહીં.તેઓ ૧.૭૬૫ પાવરનો લોડ વાપરી રહ્યા હતા. જ્યારે આ અધિકારી દ્વારા વીજ ચેકિંગ દરમિયાન પી એલ બલ્બ આઠ નંગ, પંખા આઠ નંગ, સાદો વીજળીનો ૬૦ વોલ્ટનો બલ્બ એક, ઘરઘંટી એક, ફ્રીજ એક, ટી.વી.નં.ર અને ઇલેક્ટ્રિક પાણીની મોટર એક મળી કુલ ૧.૭૬૫ વોટ વાપરતા હોય જેની નિયમ અનુસાર ગણતરી કરી વિજબીલ આપવામાં આવ્યું હતું જ્યારે ચેકિંગ અધિકારી દ્વારા તેમને હાજર હોવા છતાં બિલ લઇ સહી કરવા ઈનકાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here