વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઑફિસર પર બળાત્કારની ફરીયાદ

0
690

પોલીસ માં ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ.

વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડા ના એક ગામ ની પરણીતા એ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કાર ના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયા ને માહિતી આપતા જણાવેલ કે,

આ ઘટના ની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયન શો માં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચર ને મળ્યા હતા ત્યારે સંપર્ક માં આવેલ અને પીડિતા ના મોબાઈલ નંબર મેળવી તેને મદદ ની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો ત્યારબાદ પીડિતા ના કહેવા મુજબ 25 વખત બળજબરીથી ધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતા ના કહેવા મુજબ આરોપી RFO હરેશ ગલચર દ્વારા તેમના પતિ અને સંતાન ને મારી નાખવા તેમજ વીડિયો વાયરલ કરવા ની ધમકીઓ આપવા માં આવતી.

એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે  વધુ માં જણાવેલ કે, પીડિતા દ્વારા થોડા સમય પૂર્વે પોલીસ માં ફરિયાદ અરજી આપવામાં આવેલ ત્યારે આરોપી દ્વારા પીડિતા ના પતિ ને સુત્રાપાડા રેંજ ફોરેસ્ટ ઓફીસ કરાર આધારિત નોકરી પર રાખી ફરિયાદ ના કરવા દબાણ કરેલ પરંતુ બાદ માં તેમના પતિ પગાર લેવા જતા ધમકાવી કાઢી મુકેલ.

હાલ તો પોલીસ દ્વારા પીડિતા ની ફરિયાદ આધારે RFO ગળચર તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલીમહમદ પંજા, રાજ ગળચર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RFO હરેશ ગલચર દ્વારા અનેક વાર બળાત્કાર ગુજાર્યા નો આક્ષેપ.

વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ક્વાર્ટર માં હીનકૃત્ય આચરવામાં આવ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here