શંખેશ્વર તાલુકાના બિલિયા ગામના વતની અને મહેસાણા ખાતે રહેતો યુવક લાપતા થઈ ગયો હતો, જેની જાણવાજાેગ દાખલ થતાં પોલીસ દ્વારા હાથ ધરી હતી. તપાસમાં મહિલાને ફોન કરવાના કારણસર પતિ સહિત પાંચ શખસે સાંતલપુર તાલુકાના મઢુત્રા પાસે ખેતરમાં લઈ જઈ ઝાડ સાથે બાંધીને ધોકા વડે આડેધડ માર મારી હત્યા કરી નાખી હતી. તેમણે તેની લાશને કેનાલમાં ફેંકી દીધાનું બહાર આવ્યું છે. પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. દરમિયાન કેનાલમાં બુધવારે પણ મૃત વ્યક્તિની લાશની શોધખોળ ચાલુ રહી હતી.
દાદરના વતની અને મઢુત્રા સીમમાં ભાગિયા તરીકે કામ કરતા પાંચાભાઈ ઠાકોરની પત્નીના મોબાઈલ પર છેલ્લા દોઢ મહિનાથી શંકરભાઇ ગજ્જર (૪૯)રહે. નાગલપુર મૂળ રહે. બિલિયા વારંવાર ફોન કરતો હોવાથી પાંચાભાઈ ઠાકોરે તેના સાઢુ ઈશ્વરભાઈ, પિતા રામશીભાઈ અને બાજુમાં રહેતા મહેશભાઈને હકીકત જણાવી હતી. એમાં તમામ લોકોએ સાથે મળી શંકરને મઢુત્રા બોલાવી મારવાનું કાવતરું રચ્યું હતું. એમાં પાચાભાઈએ શંકર ગજ્જરને ફોન કરી મઢુત્રા ખાતે ખેતરમાં બોલાવી ઝાડ સાથે બાંધી ધોકાઓ વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં તેના મોટા ભાઈ વેરશીભાઈને બોલાવી લાશને પથ્થર સાથે બાંધી કેનાલમાં ફેંકી દીધી હતી. જ્યારે મૃતકના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, રોકડ રકમ રૂ. ૩૬૦ કેનાલમાં ફેંકી દીધાં હતાં. જ્યારે બે મોબાઈલ પાંચાભાઈએ ગરામડી પાટિયા પરથી પસાર થતી ગાડીમાં નાખી દઈ હત્યાની કોઈને શંકા ન જાય એ માટે પુરાવાનો નાશ કર્યો હતો. જાેકે પોલીસ દ્વારા મોબાઈલ લોકેશનના આધાર પર અને મૃતક યુવકના ફોન કોલની ડિટેઈલ પરથી હત્યાની ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. મહેશ કોળીએ શંકરને પકડી રાખ્યો હતો. પાચાભાઈ, રામસી અને ઈશ્વરે કણઝીના ઝાડ સાથે બાધી દીધો હતો. બધાએ બાવળના ધોકાથી માર મારી યમસદન પહોચાડી દીધો હતો. વેરસીના બાઈક ઉપર લઈ મહેશ અને પાચાભાઈ એ પથ્થર સાથે બાંધી કેનાલમાં નાખી દીધી હતી.
સાંતલપુર પીએસઆઇ નટવર ડી.પરમારે જણાવ્યું હતું કે બેની અટકાયત કરી ધરપકડ કરી લેવામાં આવી છે. વધુ તપાસ કરી રહ્યા છે. હત્યામાં સામેલ હજુ ત્રણ આરોપીઓ ફરાર છે તેમને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે. લાશ ને પણ કેનાલમાં શોધવા તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા છે.