શુભમન ગિલે આઈપીએલમાં નવા શોટ્‌સ મારતો જાેવા મળશે

    ઈજાગ્રસ્ત થયા બાદ તેને સમય મલતા તેણે નવા શોટ્‌સ પર કામ કર્યું છે

    0
    218
    શુભમન ગિલે આઈપીએલમાં નવા શોટ્‌સ મારતો જાેવા મળશે

    શુભમન ગિલ ‘ક્લાસિકલ શોટ્‌સ’ લગાવવા માટે જાણીતો છે. પરંતુ ઈજાને કારણે નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે તેણે કેટલાક નવા શોટ્‌સ પર કામ કર્યું છે અને તે ૈંઁન્ ૨૦૨૨ માં ગુજરાત ટાઇટન્સ તરફથી મેદાન પર ઉતરશે ત્યારે તે તેણે શિખેલા નવા શેટ્‌સ પર હાથ અજમાવશે. તમને જણાવી દઈએ કે ૨૧ વર્ષીય શુભમન ગિલે ટી૨૦ ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ, પસંદગીનો બેટિંગ ઓર્ડર અને ટી૨૦ વર્લ્‌ડ કપ સહિત ઘણા વિષયો પર વાત કરી હતી. શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે ત્રીજી સિઝનમાં તમે ઓપનર તરીકે રમ્યા હતા. પરંતુ જાે જરૂર પડી તો શું તમે ઓર્ડર બદલવા માટે તૈયાર છો. તેના જવાબમાં તેણે કહ્યું કે, મેં મારી ન્ કરિયરની શરૂઆત કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૬ અને ૭ નંબર પર બેટિંગ કરી હતી.

    પ્રથમ વર્ષ (૨૦૧૮) મેં ૬ નંબર પર બેટિંગ કરી હતી અને કદાચ ૧૪ મેચમાં માત્ર એક જ વાર ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તે સિઝનમાં એકવાર તે ચોથા નંબર પર ઉતર્યો હતો. તેણે વધુમાં કહ્યું કે, “બીજી સિઝનમાં મેં સાતમા નંબર પર બેટિંગ કરી અને ત્રીજી સિઝનમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી. મને ટોચના ક્રમમાં બેટિંગ કરવી ગમે છે. પરંતુ જાે ટીમને તેની જરૂર હોય તો હું અન્ય કોઈ પણ ક્રમમાં બેટિંગ કરવા માટે તૈયાર છું.” શુભમન ગીલને વધુ પૂછવામાં આવ્યું કે શું ઈજાના કારણે બ્રેકથી બેટિંગના કોઈપણ પાસાઓ પર કામ કરવાની તક મળી છે ખરા? તેણે જવાબ આપતા કહ્યું, “મેં દ્ગઝ્રછ માં બેટિંગ પર વધારે કામ કર્યું છે. મને મારી બેટિંગ પર કામ કરવાની તક મળી અને કેટલાક નવા શોટ્‌સ શીખ્યા. મેં દ્ગઝ્રછ કોચ સાથે મારી ટેકનિક પર ઘણું કામ કર્યું.”

    તેણે વધુમાં કહ્યું, “મારી તાકાત બોલરને માથા ઉપરથી મારવાની છે અને હું તેવી રીતે જ રમવા માંગીશ. પરંતુ એક ખેલાડી તરીકે મારે દરેક શોટ રમવા માટે સક્ષમ બનવું પડશે અને અમુક વિકેટો પર મારા શોટ રમવા મુશ્કેલ છે. હું વધુને વધુ શોટ રમવાનું અને મેદાનની ચારેય બાજુ હિટ કરવાનું શીખી રહ્યો છું.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here