શેઠ વી.ડી માધ્યમિક શાળા ગોધાવીમાં ખેલ મહાકુંભ યોજાયો
તા. 21/ 3/2021 અને 22/ 3/2022 ના રોજ શેઠ.વી.ડી માધ્યમિક શાળા ગોધાવી ખાતે ખેલ મહાકુંભ 2022 અંતર્ગત સાણંદ તાલુકાના ખેલ મહાકુંભ ની ખો-ખો અને કબડ્ડી તેમજ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં ગુજરાત રાજ્ય વ્યાયામ પ્રચારક મંડળ ના પ્રમુખ શ્રી રણજીતસિંહ એસ વાઘેલા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી પૃથ્વીસિંહ ઠાકોર તથા સાણંદ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ ના મંત્રી વાય.બી મકવાણા તથા પ્રમુખ શ્રી કેયુરભાઈ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં શેઠ વીરચંદ દીપચંદ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલ અને સ્ટાફ મિત્રો ખૂબ ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરુ પાડેલ છે જેમાં સાણંદ તાલુકાની વિવિધ શાળાઓમાંથી ખો ખો ની 22 ટીમ અને
કબડ્ડીમાં 29 ટીમો એ ભાગ લીધો હતો
રિપોર્ટર:-ચિરાગ પટેલ(સાણંદ)