બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠને ડેટિંગ કરવાને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. આ કપલ લગભગ ૪ વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને તેમના ફેન્સ આ કપલના લગ્નની રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ આ દરમિયાન શ્રદ્ધા અને રોહન વિશે જે સમાચાર સામે આવ્યા છે તે ચોક્કસપણે તેમના ચાહકોને નિરાશ કરશે. આ કપલનું હવે બ્રેકઅપ થઈ ગયું છે અને હવે બંને અલગ થઈ ગયા છે. જાે કે શ્રદ્ધા અને રોહને ક્યારેય પોતાના સંબંધોને જાહેર કર્યા નથી, એવું કહેવામાં આવી રહ્યું હતુ કે બંને જલ્દી લગ્ન કરવા માગે છે, પરંતુ હવે તેના અલગ થવાના સમાચાર મળી રહ્યા છે.
તાજેતરના પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, શ્રદ્ધાએ ગોવામાં પોતાનો જન્મદિવસ ખાસ મિત્રો અને પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન રોહન આ પાર્ટીમાં હાજર નહોતો, જ્યારે તે કોઈ પ્રોજેક્ટમાં વ્યસ્ત પણ નહોતો. જાન્યુઆરીથી બંને વચ્ચે થોડો મતભેદ ચાલી રહ્યો હતો. આવી સ્થિતિમાં બંનેએ ફેબ્રુઆરીમાં પરસ્પર સહમતિથી આ સંબંધ તોડી નાખ્યો હતો. જાે કે, તેનું કારણ શું હતું, તે હજુ સુધી બહાર આવ્યું નથી.તમને જણાવી દઈએ કે, બંનેના પરિવારજનો પણ આ સંબંધથી ખુશ હતા. જાે કે ગયા વર્ષે શ્રદ્ધા કપૂરે તેના જન્મદિવસ પર માલદીવમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં રોહન શ્રેષ્ઠ એક વીડિયોમાં શ્રદ્ધાની ખૂબ નજીક ઊભો જાેવા મળ્યો હતો. આ સાથે તેનો એક ફોટો પણ સામે આવ્યો હતો, જેમાં રોહન શ્રદ્ધાને પાછળથી ગળે લગાવતો જાેવા મળ્યો હતો. આ ફોટા અને વિડીયો ઘણા દિવસો સુધી હેડલાઇન્સમાં રહ્યા હતા. આ દરમિયાન, શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેણે કેપ્શન આપ્યું છે, ‘ઔર સુનાઓ’. શ્રદ્ધાની આ પોસ્ટ પર તેના ફેન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.