વિસનગર શહેર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે શહેરના કાંસા રોડ પર સ્વામી નારાયણ મંદિર સામે શ્રીજી સોસાયટીની ખુલ્લી જગ્યામાં બાતમીના આધારે રેડ કરી હતી. ત્યાથી જુગાર રમતા 10 જુગારીઓને પકડવામાં આવ્યા હતા. પોલીસે તમામ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 10 જણ જુગાર રમતા પકડાયા જેમાં તેમની પાસે થી 5930 નો મુદ્દામાલજપ્ત કરવામાં આવ્યો હતો
વિસનગર શહેર પોલીસના ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કાંસા રોડ પર સ્વામી નારાયણ મંદિરની સામે શ્રીજી સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે જેથી , બાતમીના આધારે પોલીસે રેડ કરતા કુંડાળું કરી જુગાર રમતા 10 જુગારીઓ પકડાયા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય સહિત કુલ રોકડ રકમ રૂ. 5930ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જુગારમાં પકડાયેલા લોકોના નામ
1 – હિતેશકુમાર નરેશકુમાર પ્રજાપતિ, વિસનગર
2 – મનોજકુમાર રાજેશભાઈ પ્રજાપતિ, વિસનગર
3 – સિધ્ધાર્થકુમાર નટુભાઈ નાયક, વિસનગર
4 – મનુભાઈ વાગજીભાઈ રાવળ, બામોસણા
5 – રમેશભાઈ આત્મારામ , વિસનગર
6 – વિમલકુમાર શાંતિલાલ મોદી, વિસનગર
7 – રાકેશકુમાર કાળુભાઈ વાઘેલા, વિસનગર
8 – વિક્રમકુમાર કાનજીભાઈ , વિસનગર
9 – જીતુભાઈ સોમાભાઈ, વિસનગર
10 – રમેશભાઈ ભેમજીભાઈ નાયી, વિસનગર