શ્રી એન.એચ.ડી ઝવેરી હાઈસ્કુલ ભોરોલ ખાતે ઉકાળા વિતરણ કરાયું

0
1191

શ્રી એન.એચ.ડી. ઝવેરી હાઈસ્કૂલ ભોરોલ ખાતે આયુર્વેદિક ઉકાળાનું કરાયું વિતરણ

કોરોનાની મહામારીની ત્રીજી લહેરના પડઘમ વાગી રહ્યા હોઈ સરકાર, સેવાભાવી સંસ્થાઓ સહિત અન્ય સંગઠનો દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી કોરોનાને ભગાવવા અથાક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે, ત્યારે શ્રી એનએચડી ઝવેરી હાઇસ્કૂલ ભોરોલ તીર્થ ખાતે કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવાના હેતુથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં દુધવા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટરશ્રી વૈભવ રાવલ, ભોરોલ ગામના સરપંચશ્રી રામજીભાઈ ચૌહાણ, હાઈસ્કૂલના આચાર્યશ્રી વણાજી રાજપુત, પ્રાથમિક શાળાના આચાર્ય દીપકકુમાર દરજી, હાઇસ્કૂલનો સમગ્ર સ્ટાફ, ભોરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરશ્રી પ્રતાપસિંહ જાટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ સહિત ધોરણ ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here