ખેરાલુ ગામના મહાનુભાવો રહ્યા હાજર
જાણીતા ડો. હર્ષદભાઈ વૈદ્યએ કરી માતબર દાનની જાહેરાત
નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ અને નાગરીક બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈએ પણ મદદની આપી ખાતરી
શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ ખાતે આજે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંંત સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ ૮ પુરૂ કરીને આગળ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને દિક્ષાંત આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી તેમજ તેમના માતા પિતાએ ખાસ હાજરી આપી હતી. દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરીને કાર્યક્રમ આગળ વધરવામાં આવ્યો હતો. ખેરાલુ ના જાણિતા ડો. હર્ષદભાઈ વૈદ્ય, અલકાબેન વૈદ્ય, ખેરાલુ નગર શિક્ષણ સમિતિના ચેરમેન પોપટલાલ બ્રહ્મભટ્ટ , કિર્તિભાઈ કંદોઈ,મુકેશભાઈ દેસાઈ, નાથુભાઈ સોની , જસ્મિનભાઈ દેવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન બાદ ધોરણ ૮ ના બાળકોને દિક્ષાંત અપાય હતી. આ પ્રસંગે અલકા હોસ્પિટલના જાણીતા ડો. હર્ષદભાઈ વૈદ્યએ સંસ્થાને ૧૧ લાખ જેવા માતબાર દાનની જાહેરાત કરી હતી અને સાથે નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ શુક્લએ પણ ૨ લાખ ની જાહેરાત કરી હતી. બાળકોએ પણ પોતના શાળાના અનુભવો ખુલ્લા મને જણાવ્યા હતા અને શાળા સાથીની પોતાની યાદોને તાજી કરી હતી. ડો. હર્ષદભાઈ, નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ, મુકેશભાઈ દેસાઈ, પોપટલાલ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમન અંતે જસ્મીનભાઈ દેવીએ આભારવિધિ કરી હતી અને છેલ્લે અલ્પાહાર સાથે કાર્યક્રમને પુર્ણ જાહેર કરવમાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જસ્મીનભાઈ દેવી, ભાર્ગવીબેન, દેવાંગીબેન સહિતના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી….
અહેવાલ: રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ