સંતરામપુરના આંજણવામાંથી ૫૦૦ની નકલી નોટો સાથે મહિલા ઝબ્બે

0
176

આંજણવા ગામે મનસુખભાઇના ધરે છાપો મારીને નકલી નોટોની શોધખોળ કરી હતી. પોલીસે ઘરમાં મનસુખના કપડાની તપાસ કરતા પેન્ટના ખિસ્સામાંથી રૂા. ૫૦૦ની ડુપ્લિકેટ ૩૪ નંગ નકલી નોટોનો જથ્થો મળ્યો હતો. પોલીસે મનસુખની પત્ની સવિતાની અટકાયત કરી હતી. પતિ અને પત્નીએ ૧૭ હજારની બનાવટી ચલણી નોટો પોતે અથવા બીજા વ્યક્તિ પાસે બનાવી ચલણી નોટો બનાવટી હોવાનુ જાણવા છતાં તેનો ખરી તરીકે ઉપયોગ કરવાના હેતુથી કબજાના રહેણાંક મકાનમાં ગુપ્ત રીતે રાખીની ફરીયાદ સંતરામપુર પોલીસ મથકે નોધાવી છે. નકલી નોટો મકાનમા રાખનાર મનસુખ ડામોર ડ્રાઇવર છે. ડમ્પર લઇને હાલોલ, સુરત સહીતના શહેરોમાં ફેરો મારતો હતો. પોલીસના છાપા દરમ્યાન મનસુખ હાજર મળ્યો ન હતો. સવિતાબેનની પુછપરછ કરતાં તે કશું જાણતી ન હોવાનુ જણાવી રહી છે.

છેલ્લા ૪ દિવસથી પતિ ઘરે આવ્યો નથી. ત્યારે મનસુખ કયાંથી નકલી નોટો લાવ્યો તેની પકડાયા બાદ જાણ થશે. આંજણવા ગામે મકાનમાંથી ૧૭ હજારની બનાવટી નોટો પકડયા બાદ પોલીસે બેંક કર્મીને બતાવતાં નોટો અસલ જેવી લાગતાં બેંક કર્મી પણ અચંબીત થઇ ગયા હતા. નકલી નોટો ઝેરોક્ષ મશીનની છે કે નહિ તે એફએસએલ રીપોર્ટ બાદ ખબર પડશે.હાલ તો મુખ્ય આરોપી મનસુખભાઇ ફરાર છે. તે પકડાયા બાદ નકલી નોટો કયાથી લાગ્યા, બજારમાં કેટલી નકલી નોટો વટાવી છે. સંતરામપુર પોલીસે મનસુખ ડામોરના મકાનમાં છાપો મારતાં મકાનમાંથી રૂ ૫૦૦ દરની નકલી નોટો મળી હતી. પોલીસે મકાનમાં તપાસ કરતા અલગ અલગ કલરના કાગળોનો જથ્થો પણ મળી આવ્યો હતો. નોટોની સાઇઝ જેવા લાગતાં અલગ અલગ કલરના કાગળો પણ પોલીસે જપ્ત કર્યા હતા.

આંજણવા ગામે પોલીસે છાપો મારીને મકાનમાં ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટોનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે ડુપ્લિકેટ નોટોના જથ્થા સાથે એક મહીલાની અટકાયત કરી છે. જયારે મહિલાનો પતિ પોલીસને મળી આવ્યો ન હતો. પોલીસે રુા.૧૭ હજારની ડુપ્લિકેટ નોટો કબજે કરીને સંતરામપુર પોલીસે ગુનો નોંધીને નોટોને એફએસએલ ખાતે મોકલી છે.સંતરામપુર પોલીસે તાલુકાના એક ગામના મકાનમાંથી ૧૭ હજારની નકલી નોટોના જથ્થો પકડીને ષંડયત્રનો પર્દાફાશ કર્યો હતો. આંજણવાનો મનસુખભાઇ ડામોરના મકાનમાં નકલી ચલણી નોટોનો જથ્થો સંતાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here