સંસ્કારધામ સ્કૂલ ખાતે ગુજરાત રાજ્યની પ્રથમ ડ્રોન એકેડેમીનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મણિપુર ગામ પાસે આવેલ સંસ્કારધામ મુકામે ગુજરાત રાજ્યની પ્રથમ ડ્રોન એકેડેમીના ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે અને રાજ્યના મુખ્ય સેક્રેટરી એસ.જે.હૈદર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીના વરદ હસ્તે એકેડેમીનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી ગણ, પ્રધાનાચાર્ય,શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તેમજ આસપાસના ગામના સરપંચો તથા સાણંદ તાલુકાના 8 સમરસ ગામના સરપંચો અને ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા. સંસ્કારધામ ડ્રોન એકેડેમી સાથે DD, DFI, IITRAM જેવી સંસ્થાઓ દ્વારા MOU સાઈન કરવામાં આવ્યાં હતાં. સંસ્કારધામ સંકુલની અંગ્રેજી માધ્યમની શાળા,’અનંત સ્કુલ ઓફ એક્સેલન્સ’નો વિદ્યાર્થી, દૈવમ શાહ જેઓએ સ્વપ્રયત્નથી ડ્રોન બનાવ્યો હતો તેમનું હર્ષ સંઘવીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં ગુજરાત પોલીસ પણ ડ્રોનની તાલીમ લેવા માટે ભાગીદાર બનશે
રિપોર્ટર:-ચિરાગ પટેલ (સાણંદ)