Home GUJARAT સમી પાસે વિમલ ડેરીની ગાડી પલટી જતાં બેના મોત

સમી પાસે વિમલ ડેરીની ગાડી પલટી જતાં બેના મોત

0
sami accident

સમી-મહેસાણા હાઇવે ઉપર વિમલ ડેરીની ગાડી ઝાડ સાથે ટકરાતાં પલતી મારી ગઈ હતી. જેમાં ડ્રાઇવર પ્રવીણ ભાઈ પટેલ અદિવાડા અને અજિતસિંહ ઝાલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જેમાં ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ સમી ૧૦૮ને જાણ કરતા પાયલોટ સની પરમાર અને ઈએમટી મહેશ ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત સ્થાનિક પોલીસે મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે ૧૦૮ના સ્ટાફે ગાડીમાં પડેલા બે મોબાઈલ કિંમત ૩૦ હજાર અને ૭૦ હજાર રોકડ એમ કુલ એક લાખની કુલ મુદ્દામાલ મૃતકના સંબંધીને પરત કરી માનવતા મહેંકાવી હતી.સમીથી ૨ કિલોમીટર મહેસાણા હાઇવે ઉપર વિમલ ડેરીની ગાડી નંબર જીજે-૨૪-એક્ષ- ૩૦૨૨ નંબરના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. તેમજ ઝાડ સાથે અથડાઈને પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા હોવાની માહિતી ૧૦૮ના સૂત્રો દ્વારા મળી છે. નોંધનીય છે કે ૧૦૮ના સ્ટાફે ગાડીમાં પડેલા બે મોબાઈલ કિંમત ૩૦ હજાર અને ૭૦ હજાર રોકડ એમ કુલ એક લાખની કુલ મુદ્દામાલ મૃતકના સંબંધીને પરત કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version