સરકારી કોલેજ થરાદના વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ કેમ્પ પાલનપુરમાં ભાગ લીધો
સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે એ ઉદ્દેશથી ગુજરાત સરકારના પ્લેસમેન્ટ સેલ અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના જિલ્લાઓમાં પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવતું હોઈ આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન તા. ૨૩મી માર્ચ ૨૦૨૨ના રોજ સરકારી પોલીટેકનિક પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિનયન અને વાણિજય કોલેજ થરાદના બી.એ સેમ-૬ના ૨૨ બહેનો તથા ૨૧ ભાઈઓ એમ મળી કુલ ૩૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ત્યાં ઉપસ્થિત રોજગાર આપનાર જુદી-જુદી કંપનીઓમાં વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યુ આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની સાથે અત્રેની કોલેજના પ્રાધ્યાપકો અશોકભાઈ વાઘેલા અને મુકેશ રબારી ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું, તેમજ અહીં નોંધવું જોઈએ કે તા.૧૫મી માર્ચે ડીસા ખાતે યોજાયેલ પ્લેસમેન્ટ ફેરમાં પણ અત્રેની કોલેજના બી.કોમ. સેમ-૬ના ૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પના પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરવા થરાદની કંપનીઓમાંથી વેકેન્સી લાવવી વગેરે પ્રવૃત્તિઓ અત્રેની કોલેજના ગુજરાતીના અધ્યાપક અને ઉદીશા- પ્લેસમેન્ટ ફેરના કો-ઓર્ડિનેટર ડૉ. રતિલાલ કા. રોહિતે સંભાળી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ